IND vs SA T20 series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે (India vs South Africa) આજે પાંચ ટી20 મેચોની પાંચમી અને અંતિમ નિર્ણાયક ફાઇનલ મેચ રમાશે. આજની મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લુરુમાં રમાશે. સીરીઝમાં બન્ને ટીમો હાલ 2-2ની બરાબરી પર છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને મોટુ અપડેટ આપ્યુ છે, રિપોર્ટ પ્રમાણે હવામાન આજની મેચની મજા બગાડી શકે છે.
સીરીઝમાં અત્યાર સુધી રમાયેલી ચાર ટી20માં ક્યાંક પણ વરસાદ વિલન નથી બન્યો. જોકે, શરૂઆતની મેચમાં ગરમીએ મજા બગાડી હતી. પરંતુ હવે આજની મેચમાં વરસાદ વિલન બની શકે છે.
હવામાન વેબસાઇટ એક્યૂવેધર ડૉટ કૉમના રિપોર્ટ અનુસાર, બેંગ્લુરુમાં રવિવારના દિવસે ઝમઝમ સામાન્ય વરસાદ પડી શકે છે. આજે તાપમાન 27 ડિગ્રી રહેશે અને વરસાદની આશંકા 88 ટકાથી વધુ છે. આજે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેશે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ -
ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, આવેશ ખાન.
દક્ષિણ આફ્રિકા ટીમ -
તેમ્બા બવુમા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), ડ્વેન પ્રિટૉરિયસ, રુસી વાન ડેર ડૂસેન, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેન પાર્નેલ, કગિસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટ્ઝે, લુંગી એનગિડી.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી