IND vs SA 1st ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) ની વચ્ચે આજથી ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. સીરીઝની પહેલી મેચ આજે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત છે કે, આ સીરીઝમાં ભારતીય ટીમ રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્મા વિના મેદાનમાં ઉતરી રહી છે, આ સીરીઝમાં ટીમની આગેવાની અનુભવી બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) કરી રહ્યો છે. ટી20 સીરીઝમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે, પરંતુ વનડેના આંકડા કંઇક અલગ છે. હંમશાથી ભારત પર દક્ષિણ આફ્રિકાની ટીમ હાવી રહી છે, જુઓ અહીં વનડે મેચોના આંકડા............  


ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેના વનડે મેચોના આંકડા - 


1. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે અત્યાર સુધી 87 વનડે મેચો રમાઇ છે, આમાં દક્ષિણ આફ્રિકાનુ પલડુ ભારે રહ્યું છે. ભારતે 35 તો દક્ષિણ આફ્રિકાએ 49 મેચોમાં જીત મેળવી છે, બે મેચો પરિણામ વિનાની રહી છે. 
2. દક્ષિણ આફ્રિકાએ ભારતમાં 28 વનડે મેચો રમી છે, આમાં તેને 13 માં જીત અને 15માં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે પોતાના ઘરઆંગણે ભારતનુ પલડુ થોડુ ભારે રહ્યું છે. 
3. ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે સૌથી વધુ વનડે રન બનાવનારો ખેલાડી સચિન તેંદુલકર (2001 રન) છે. 
4. ભારત-દક્ષિણ આફ્રિકા વનડે મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શૉન પૉલોક (48 વિકેટ)ના નામે નોંધાયેલો છે. 
5. દક્ષિણ આફ્રિકાએ 25 ઓક્ટોબર 2015માં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી વનડે મેચમાં 438 રનનો વિશાળ સ્કૉર ઉભો કર્યો હતો, આ ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે અત્યાર સુધી સર્વોચ્ચ સ્કૉર બન્યો છે.
6. 22 નવેમ્બર, 2006માં ભારતીય ટીમ પ્રૉટિયાઝની સામે માત્ર 91 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી, આ બન્ને ટીમોની વચ્ચે વનડે મેચોનુ ન્યૂનત્તમ સ્કૉર છે. 
7. ક્વિન્ટૉન ડીકૉક વનડે મેચોમાં ભારત વિરુદ્ધ 63.31 ની એવરેજથી રન બનાવે છે, બન્ને ટીમોના ખેલાડીઓમાં આ સર્વશ્રેષ્ઠ બેટિંગ એવરેજ છે. 
8. એબી ડિવિલિયર્સનો ભારત વિરુદ્ધ વનડે મેચોમાં સ્ટ્રાઇક રેટ 111.13ની રહી છે, તે બન્ને ટીમોની વચ્ચે સૌથી વધુ બેસ્ટ સ્ટ્રાઇક રેટ વાળો બેટ્સમેન છે. 
9. ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાયેલી વનડે મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ એબી ડિવિલિયર્સ (41 છગ્ગા)ના નામે નોંધાયેલો છે. 
10. બન્ને ટીમોની વચ્ચે સૌથી વધુ વનડે મેચો રમવાનો રેકોર્ડ સચિન તેંદુલકર (57) ના નામે નોંધાયેલો છે.