IND vs SA, T20 WC: દ. આફ્રિકાએ 5 વિકેટથી મેચ જીતી લીધી, મિલર અને મારક્રમે અર્ધશતક ફટકારી અપાવી જીત
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ત્રીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી રહ્યું છે.
દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટથી મેચ જીતી લીધી છે. ડેવિડ મિલર અને મારક્રમની શાનદાર બેટિંગથી દ. આફ્રિકાએ 19.4 ઓવરમાં 137 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
15 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 95 રન પર 3 વિકેટ છે. નબળી શરુઆત બાદ મારક્રમ અને મિલરે બાજી સંભાળી લીધી છે. હવે જીત માટે દ. આફ્રિકાને 30 બોલમાં 39 રનની જરુર છે.
10 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 40 રન પર 3 વિકેટ છે. હાલ દ. આફ્રિકાને જીત માટે 60 બોલમાં 94 રનની જરુર છે. હાલ માર્કરમ 23 અને ડેવિડ મિલર 5 રન સાથે રમી રહ્યા છે.
10 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 40 રન પર 3 વિકેટ છે. હાલ દ. આફ્રિકાને જીત માટે 60 બોલમાં 94 રનની જરુર છે. હાલ માર્કરમ 23 અને ડેવિડ મિલર 5 રન સાથે રમી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાની ત્રીજી વિકેટ પડી ગઈ છે. શમીના બોલ પર કેપ્ટન ટેમ્બા બાવુમા 10 રન બનાવીને આઉટ થયો છે.
દક્ષિણ આફ્રિકાની પ્રથમ વિકેટ ક્વિંટન ડિ કોકના રુપે પડી હતી. અર્શદીપ સિંહે ડિ કોકને 1 રન પર આઉટ કર્યો હતો. ત્યાર બાદ બીજા બોલ પર અર્શદીપ સિંહે રીલે રૂસોને પણ LBW આઉટ કર્યો હતો. 1.4 ઓવરના અંતે સ્કોર 7 રન પર 2 વિકેટ છે.
20 ઓવરના અંતે ભારતે 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા છે.
સૂર્યકુમાર યાદવ 40 બોલમાં 68 રનની તોફાઈની ઈનિંગ રમીને આઉટ થયો છે. 19 ઓવરના અંતે ભારતનો સ્કોર 127 રન પર 8 વિકેટ ચે.
દિનેશ કાર્તિક 6 રન બનાવીને પર્નેલના બોલ પર આઉટ થયો હતો. હાલ ભારતનો સ્કોર 107 રન પર 6 વિકેટ છે. સૂર્યકુમાર યાદવ 53 અને અશ્વિન 4 રન બનાવીને રમતમાં છે.
ભારતનો સ્કોર 14.1 ઓવરના અંતે 95 રન પર 5 વિકેટ છે. હાલ સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિક રમતમાં છે.
9મી ઓવરમાં હાર્દિક પંડ્યા એનગીડીના બોલ પર કેચ આઉટ થયો છે. હાર્દિકે 2 રન બનાવ્યા છે.
દીપક હુડ્ડા 0 રન બનાવીને આઉટ થઈ ગયો છે. હાલ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ રમતમાં છે. ભારતનો સ્કોર 8 ઓવરના અંતે 47 રન છે.
ભારતની ત્રીજી વિકેટ પણ પડી ગઈ છે. વિરાટ કોહલી 11 બોલમાં 12 રન બનાવીને એનગીડીના બોલ પર બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર 6 ઓવરના અંતે 41 રન પર 3 વિકેટ છે.
રોહિત બાદ કેએલ રાહુલ પણ 5મી ઓવરમાં આઉટ થઈ ગયો છે. રાહુલે 14 બોલમાં 9 રન બનાવ્યા છે. 5 ઓવરના અંતે ભારતનો સ્કોર 30 રન પર 2 વિકેટ છે.
રોહિત શર્મા એનગીડીના બોલ પર આઉટ થયો છે. રોહિતે 14 બોલમાં 15 રન બનાવ્યા છે. હાલ વિરાટ કોહલી અને કેએલ રાહુલ રમતમાં છે. ભારતનો સ્કોર 4.3 ઓવરના અંતે 24 રન પર 1 વિકેટ.
દ. આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (c), રિલે રોસોઉ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી અને એનરિક નોર્ટજે.
ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકા સામે ભારતે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
T20 વર્લ્ડ કપ 2022માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની પોતાની બંને મેચો જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, આ બે મેચો પછી, ભારતીય ટીમ આજે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમી રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ પર્થમાં રમાઈ રહી છે.
પર્થમાં હવામાન કેવું રહેશે
ટી20 વર્લ્ડ કપમાં વરસાદના કારણે ઘણી મેચો રદ્દ કરવામાં આવી છે. તે જ સમયે, આ રદ થયેલી મેચોને કારણે ઘણી ટીમો મુશ્કેલીમાં છે. બીજી તરફ, ભારત અને દક્ષિણ આફ્રિકાની સરખામણીમાં રવિવારે પર્થમાં વરસાદની ખૂબ ઓછી શક્યતા છે. Weather.com અનુસાર, પર્થમાં રવિવારે હવામાન ચોખ્ખું રહેશે. મેચના દિવસે પર્થમાં સૂર્યપ્રકાશ રહી શકે છે. આવી સ્થિતિમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે.
પિચ રિપોર્ટ
- - - - - - - - - Advertisement - - - - - - - - -