IND vs SA Stats & Records: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે-ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. ટેસ્ટનો પ્રથમ દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. પહેલા દિવસે ઘણા મોટા રેકોર્ડ બન્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત સામેની ટેસ્ટ મેચોમાં આ દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર છે. આ સિવાય આજે રેકોર્ડ 23 બેટ્સમેન આઉટ થયા હતા.
છેલ્લા 6 બેટ્સમેનો એક પણ રન કર્યા વિના પેવેલિયન પરત ફર્યા
ભારતીય ટીમના છેલ્લા 6 બેટ્સમેન એક પણ રન કર્યા વિના આઉટ થયા હતા. વાસ્તવમાં, જ્યારે ભારતીય ટીમનો પાંચમો બેટ્સમેન આઉટ થયો ત્યારે સ્કોર 153 રન હતો પરંતુ આ પછી બાકીના બેટ્સમેનો એક પણ રન ઉમેરી શક્યા ન હતા. ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું છે. તેમજ 7 બેટ્સમેન એક ઇનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ટેસ્ટ ઈતિહાસમાં આવું માત્ર બીજી વખત બન્યું જ્યારે એક દાવમાં 7 બેટ્સમેન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા હતા.
121 વર્ષ પહેલા બનેલો રેકોર્ડ તૂટતા બચ્યો
કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે 23 બેટ્સમેન હતા જે એક રેકોર્ડ છે. જોકે, પ્રથમ દિવસે સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ લગભગ 121 વર્ષ પહેલા બન્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટના પહેલા દિવસે રેકોર્ડ મહત્તમ 25 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. આ ટેસ્ટ 1902માં બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જોકે આજે આ ટેસ્ટના પહેલા દિવસે 23 ખેલાડીઓ આઉટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટના લગભગ 150 વર્ષના ઈતિહાસમાં આ બીજી ઘટના છે.