IND vs SA: ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે અને અહીં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. બંને ટીમો વચ્ચે 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મહત્વપૂર્ણ શ્રેણી માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ કરતા ન્યૂઝ એજન્સી ANIએ ટીમના સૂત્રોને ટાંકીને કહ્યું કે રોહિતની ગેરહાજરીમાં રાહુલ ટીમનો વાઇસ કેપ્ટન રહેશે.


ભારતીય બોર્ડે અગાઉ રોહિત શર્માને ટેસ્ટ સિરીઝ માટે અજિંક્ય રહાણેના સ્થાને ઉપ-કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ આ અઠવાડિયે બીસીસીઆઈએ રોહિતની ઈજા અને શ્રેણીમાંથી બહાર થઈ જવાની માહિતી આપી હતી. રોહિતની જગ્યાએ અમદાવાદના બેટ્સમેન પ્રિયંક પંચાલને રિપ્લેસમેન્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.







ભારતીય ટેસ્ટ ટીમ


વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), પ્રિયંક પંચાલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, આર. અશ્વિન, જયંત યાદવ, ઈશાંત મોહમ્મદ, શર્મા, શમી. ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.


સ્ટેન્ડબાય પ્લેયર્સ:


નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચાહર, અર્જન નાગવાસવાલા


ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ



  • 1લી ટેસ્ટ 26-31 ડિસેમ્બર 2021 સેન્ચુરિયન

  • 2જી ટેસ્ટ 03-07 જાન્યુઆરી 2022 જોહાનિસબર્ગ

  • 3જી ટેસ્ટ 11-15 જાન્યુઆરી 2022 કેપ ટાઉન