World Cup, IND vs SA: ભારતની જીતનો સીલસીલો યથાવત, દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવ્યું

આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વર્લ્ડકપમાં પોતાની 8મી મેચ રમી રહી છે. બંને ટીમોએ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Nov 2023 08:44 PM
ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવ્યું

વર્લ્ડ કપમાં ભારતની જીતનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી અને દક્ષિણ આફ્રિકાને માત્ર 83 રનમાં ઓલઆઉટ કરી દીધું. દક્ષિણ આફ્રિકાની ઈનિંગ માત્ર 27.1 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતે આ મેચ 243 રને જીતી લીધી છે.ભારતનો આ સતત 8મો વિજય છે. વર્લ્ડ કપમાં ભારતનું અજેય અભિયાન ચાલું છે. વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર રેકોર્ડ 49મી સદી ફટકારીને ચાહકોને બેવડી ખુશી આપી છે.

બર્થડે બૉયની સદી પર બીસીસીઆઇનું ટ્વીટ

વનડેમાં 49મી સદી, વિરાટે સચિનની સદીઓની બરાબરી કરી

ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે આપ્યો 327 રનનો ટાર્ગેટ 

ભારતે દક્ષિણ આફ્રિકાને 327 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટો ગુમાવીને 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 121 બૉલમાં 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. વળી, રવિન્દ્ર જાડેજા 15 બૉલમાં 29 રન બનાવીને અણનમ રહ્યો હતો.

વિરાટની ઐતિહાસિક સદી

વિરાટ કોહલીએ 119 બૉલમાં સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની 49મી સદી હતી. આ બાબતમાં તેને મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકરની બરાબરી કરી હતી. સચિને વનડેમાં પણ 49 સદી ફટકારી છે. સચિને 452 વનડે ઇનિંગ્સમાં આ કર્યું હતું, જ્યારે વિરાટે તેની 277મી વનડે ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે. આમાં ખાસ વાત એ હતી કે આજે તેને આ પરાક્રમ તેના જન્મદિવસ પર સદી ફટકારીને કર્યુ છે. આ વર્લ્ડકપમાં આ તેની બીજી સદી હતી.


વનડેમાં સૌથી વધુ સદી
49 વિરાટ કોહલી (277 ઇનિંગ્સ)
49 સચિન તેંદુલકર (452 ​​ઇનિંગ્સ)
31 રોહિત શર્મા (251 ઇનિંગ્સ)
30 રિકી પોન્ટિંગ (365 ઇનિંગ્સ)
28 સનથ જયસૂર્યા (433 ઇનિંગ્સ)

વિરાટની ક્લાસ બેટિંગ

બર્થડે બૉય વિરાટની 49મી સદી

વિરાટ કોહલીએ આજે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પોતાની 49મી સદી ફટકારી છે. આ સાથે જ વિરાટ કોહલીએ સચિન તેંદુલકરના સૌથી વધુ વનડેમાં સદીના ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીની વનડેમાં આ 49મી સદી છે. ટીમ ઈન્ડિયાનો સ્કૉર 48.4 ઓવર બાદ 308 રન છે.

ભારતને ચોથો ઝટકો

ભારતને ચોથો ઝટકો 43મી ઓવરમાં 249ના સ્કૉર પર લાગ્યો હતો. માર્કો જેન્સને કેએલ રાહુલને ડૂસેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 17 બૉલમાં આઠ રન બનાવી શક્યો હતો. હાલમાં વિરાટ કોહલી 78 રન અને સૂર્યકુમાર યાદવ ચાર રન સાથે ક્રીઝ પર છે. 43 ઓવર પછી ભારતનો સ્કોર ચાર વિકેટે 253 રન છે.

શ્રેયસ અય્યર આઉટ

227ના સ્કૉર પર ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ અય્યર 87 બૉલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રન બનાવીને આઉટ થયો હતો. તે એનગિડીની બૉલિંગમાં મારક્રમ કેચ આપી બેઠો હતો. શ્રેયસ અને વિરાટ વચ્ચે 134 રનની ભાગીદારી થઈ હતી. 37 ઓવર પછી ભારતનો સ્કૉર 3 વિકેટે 227 રન છે. હાલમાં વિરાટ કોહલી 68 રન બનાવી ચૂક્યો છે અને કેએલ રાહુલ ક્રિઝ પર છે.

શ્રેયસ અય્યરની તાબડતોડ ફિફ્ટી

શ્રેયસ અય્યરે પોતાની ફિફ્ટી પુરી કરી લીધી છે, વિરાટ બાદ શ્રેયસે ચોગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી છે. શ્રેયસે આફ્રિકા સામે રમતાં 65 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 51 રન બનાવ્યા છે. સામે છેડે વિરાટ કોહલી 54 રન બનાવીને રમી રહ્યો છે. 31 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 2 વિકેટના નુકસાને 193 રન પહોંચ્યો છે.

બર્થડે બૉય વિરાટની ફિફ્ટી

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની મેચમાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી છે. વિરાટે 67 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી 50 રન પુરા કર્યા છે. ખાસ વાત છે કે, રન મશીન વિરાટ કોહલીનો આજે 35મો જન્મદિવસ છે. આજે બર્થડે બૉયે ઇડન ગાર્ડન્સમાં ફેન્સની વચ્ચે ફિફ્ટી ફટકારીને પોતાનો જન્મદિવસ મનાવ્યો છે. 29 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 2 વિકેટના નુકસાને 170 રન પર પહોંચ્યો છે. વિરાટની સાથે શ્રેયસ અય્યર 39 રન બનાવીને રમી રહ્યો છે.

ટીમ ઇન્ડિયા 150 રનને પાર

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 150 રનને પાર થઇ ગયો છે. 27 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 2 વિકેટના નુકસાને 153 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી 48 રન અને શ્રેયસ અય્યર 27 રન બનાવીને રમી રહ્યાં છે. 

વિરાટ-શ્રેયસે સંભાળી ઇનિંગ

18 ઓવર પછી ભારતે 2 વિકેટો ગુમાવીને 118 રન બનાવ્યા છે. હાલમાં શ્રેયસ અય્યર 26 બૉલમાં 10 રન અને વિરાટ કોહલી 34 બૉલમાં 34 રન બનાવીને બેટીંગ કરી રહ્યો છે. બંને વચ્ચે 20+ રનની ભાગીદારી થઈ છે.

ભારત 100 રનને પાર

14 ઓવરના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 103 રન બનાવી લીધા છે. બર્થ જે બોય વિરાટ કોહલી 23 રને અને શ્રેયસ ઐયર 6 રને રમતમાં છે. આફ્રિકન સ્પિનર કેશવ મહારાજ શાનદાર બોલિંગ કરી રહ્યો છે.

ભારતને બીજો ફટકો

શુભમન ગિલ 23 રન બનાવી કેશવ મહારાજની બોલિંગમાં બોલ્ડ થતાં ભારતને બીજો ફટકો લાગ્યો છે. 11 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 94 રન છે. કોહલી 19 અને શ્રેયસ 1 રન બનાવી રમતમાં છે.

10 ઓવરના અંતે શું છે સ્થિતિ

વર્લ્ડકપ 2023માં દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ભારતે 10 ઓવરના અંતે  1 વિકેટ ગુમાવી 91 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 18 રને અને ગિલ 23 રન બનાવી રમતમાં છે. 

કોહલીએ ફોરથી ખાતું ખોલાવ્યું

બર્થ ડે બોય વિરાટ કોહલીએ ફોર મારીને આજની મેચમાં ખાતું ખોલાવ્યું હતું. 8 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 72 રન છે. વિરાટ કોહલી 4 રને અને ગિલ 18 રને રમતમાં છે.

રોહિત શર્મા આઉટ

ભારતને પ્રથમ ફટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા 40 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો હતો. 6 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 61 રન છે. બર્થ ડે બોય વિરાટ કોહલી 0 અને ગિલ 12 રન બનાવી રમતમાં છે.

ભારત 50 રનને પાર

5 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 61 રન છે. કેપ્ટન રોહિત શર્મા 22 બોલમાં 40 રન અને શુભમન ગિલ 8 બોલમાં 12 રન બનાવી રમતમાં છે.

રોહિત શર્માની આક્રમક બેટિંગ

4 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 45 રન છે. રોહિત શર્મા 16 બોલમાં 24 રન અને ગિલ 8 બોલમાં 12 રન બનાવી રમતમાં છે. રોહિતે જેન્સનની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.

2 ઓવરના અંતે ભારતે બનાવ્યા 22 રન

ભારત તરફથી શુભમન ગિલ અને રોહિત શર્મા ઓપનિંગ કરી રહ્યા છે. 2 ઓવરના અંતે સ્કોર વિના વિકેટે 22 રન છે. કેપ્ટન રોહિત શર્મા 6 રને અને શુભમન ગિલ 8 રને રમતમાં છે.

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે છેઃ ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, તબરાઈઝ શમ્સી, કાગીસો રબાડા, લુંગી એનગિડી.

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થયો નથી

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.





ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પ્રથમ બોલિંગ કરવા મેદાનમાં ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. જો કે હજુ પણ જીત માટે બંને વચ્ચે જોરદાર સ્પર્ધા રહેશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ક્વિન્ટન ડી કૉક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગિડી.

ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા મેચનું લાઇવ સ્ટ્રીમિંગ 

તમે Disney + Hotstar એપ પર વર્લ્ડકપની મેચો ઓનલાઈન જોઈ શકો છો. તમે મોબાઈલ પર ફ્રીમાં મેચ જોઈ શકશો. લેપટોપ અથવા સ્માર્ટ ટીવી પર જોવા માટે તમારે પેમેન્ટ કરવું પડશે અને સબ્સ્ક્રાઇબ કરવું પડશે. 

કઇ ચેનલ પરથી જોઇ શકાશે મેચ લાઇવ 

ભારત અને દક્ષિણ આફ્રિકા મેચનું સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર ચાહકો વિવિધ ભાષાઓમાં મેચની મજા માણી શકે છે. ડીડી ફ્રી ડીશનો ઉપયોગ કરતા દર્શકો ડીડી સ્પોર્ટ્સ પર મેચ ફ્રીમાં જોઈ શકે છે.

ભારત વિરૂદ્ધ સાઉથ આફ્રિકાના હેડ ટૂ હેડ રેકોર્ડ

વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચ રમાઈ છે. આફ્રિકન ટીમને ત્રણ જીત મળી છે. તેને 1992, 1999 અને 2011માં જીત મેળવી છે. બીજીબાજુ ભારતનો વિજય થયો છે. ટીમ ઈન્ડિયાએ તેને 2015 અને 2019માં હરાવ્યું છે. વનડેમાં ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 90 મેચ રમાઈ છે. દક્ષિણ આફ્રિકાએ 50 જીત મેળવી છે. ભારતે 37 મેચ જીતી છે. 3 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

જીતશે તે નંબર વન બનશે

ભારતીય ટીમ સાત મેચમાં સાત જીત સાથે પૉઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તેના ખાતામાં 14 પૉઈન્ટ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સાત મેચમાં છ જીત સાથે બીજા સ્થાને છે. તેના 12 પૉઈન્ટ છે. કોલકાતામાં જે ટીમ જીતશે તે પૉઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે. જો ભારત જીતશે તો તેના 16 પૉઈન્ટ થઈ જશે. આ સાથે જ જો દક્ષિણ આફ્રિકા જીતે છે તો તેના 14 પૉઈન્ટ થઈ જશે. તેમનો નેટ રનરેટ (+2.290) ભારતના નેટ રનરેટ (+2.102) કરતાં વધુ સારો છે, જેથી તે ટૉપ પર આવી જશે.

ભારતના બૉલરો અને આફ્રિકાના બેટ્સમેનો વચ્ચે જંગ

આજે વર્લ્ડકપની આ મેચમાં ખરો જંગ દક્ષિણ આફ્રિકાની બેટિંગ અને ભારતીય ટીમની બૉલિંગ વચ્ચે ખેલાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ફાસ્ટ બૉલરોએ વિશ્વભરની ટીમો પર કેર વર્તાવ્યો છે. બીજીબાજુ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પણ ધમાલ મચાવી રહ્યાં છે. આ ટીમ આ ટૂર્નામેન્ટમાં સતત 350 અને 400 રનના સ્કૉરનો આંકડો પાર કરી રહી છે, જ્યારે અત્યાર સુધી ટીમ ભારત સામે 300 રનના આંકને સ્પર્શી શકી નથી.

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA LIVE Score, World Cup 2023: આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વર્લ્ડકપમાં પોતાની 8મી મેચ રમી રહી છે. બંને ટીમોએ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે આ મેચમાં બંનેની લડાઈ પૉઈન્ટ ટેબલમાં નંબર 1 પર રહેવાની છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે અને અહીં પણ તેનું વિજેતા અભિયાન ચાલુ રાખવા માંગશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.