Ravi Shastri Playing XI India vs South Africa, 1st T20I Delhi: ભારતીય ક્રિકેટ ટીમ 9 જૂનથી દક્ષિણ આફ્રીકા સામે ટી20 સીરીઝ રમશે. સીરીઝનો પહેલો મુકાબલો દિલ્હીમાં રમાશે. કેએલ રાહુલની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા આ મેચ માટે પ્લેઈંગ ઈલેવન યુવા ખેલાડીઓને સ્થાન આપી શકે છે. દિલ્હીમાં રમનારી પહેલી મેચ માટે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પોતાની પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. આ પ્લેઈંગ ઈલેવનમાં શાસ્ત્રીએ યુવા ખેલાડીઓને જગ્યા આપી છે.
પૂર્વ કોચ શાસ્ત્રી પ્રમાણે કેપ્ટન રાહુલ અને ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી શકે છે. એક સમાચાર પ્રમાણે શાસ્ત્રી યુવા બોલર અર્શદીપ સિંહ કે ઉમરાન મલિકને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કર્યા છે. બીજી તરફ હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમાર પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હોઈ શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ રવિ શાસ્ત્રીએ પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યો છે.
રવિ શાસ્ત્રીએ દિલ્હી ટી20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં રાહુલ અને ઋતુરાજ ગાયકવાડને ઓપનર તરીકે પસંદ કર્યા છે. તો ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યા છે. શાસ્ત્રી અનુસાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ પહેલી મેચ રમી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રવિ શાસ્ત્રીએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં દિગ્ગજ બેટ્સમેન દિનેશ કાર્તિકને જગ્યા નથી આપી. તો સ્પિન બોલર કુલદીપ યાદવ પણ રવિ શાસ્ત્રીની આ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે.
રવિ શાસ્ત્રીની પ્લેઈંગ ઈલેવનઃ કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ/ ઉમરાન મલિક, હર્ષલ પટેલ.
આ પણ વાંચોઃ