ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જો રૂટ હાલ પોતાના બેટને લઈ ચર્ચામાં છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી લોર્ડ્સ ટેસ્ટમાં જો રુટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે જો રૂટ 87ના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો અને ન્યૂઝીલેન્ડનો કાઈલ જેમિસન બોલિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન થોડી સેકન્ડ માટે જો રુટનું બેટ તેની જાતે ઊભું રહી ગયું હતું. વાયરલ થયેલા આ વીડિયોમાં જો રુટનું બેટ કોઈ પણ ટેકા વગર ઉભુ રહ્યું હતું. મેચ દરમિયાન રૂટનું મેજિકલ બેટ ફેન્સ માટે ચર્ચાનો વિષય બની ગયું હતું. 


ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં ચોથી ઈનિંગમાં સદી ફટકારવાની સાથે જો રુટે 10 હજાર ટેસ્ટ રન પુરા કરી લીધા હતા. નોંધાવી ઈતિહાસ રચ્યો હતો. એવામાં આ મેચ દરમિયાન રૂટનું મેજિકલ બેટ પણ ફેન્સ માટે ચર્ચાનો વિષય બની ગયું હતું. રૂટ નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભો હતો ત્યારે તેણે બેટને બાજુમાં મૂકી રાખતાં એ ઊભું રહી ગયું હતું. આ ક્ષણનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને ફેન્સ પણ વિચારમાં પડી ગયા હતા કે આવું કેવી રીતે થયું? 






જો રુટના જાદુગર બેટના વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ રમૂજી કોમેન્ટ કરી રહ્યા છે. અહીં એ જાણવું જરુરી છે કે, જો રૂટના બેટનું તળીયું અન્ય બેટ કરતાં અલગ છે. સામાન્ય રીતે બેટની નીચેનો ભાગ વી આકારમાં હોય છે, પરંતુ જો રૂટના બેટનો તળીયા નીચેનો ભાગ સપાટ છે તેથી આ બેટ કોઈ પણ ટેકા વગર ઊભું રહી શકે છે.