India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું હતું. ભારત માટે સૂર્યકુમાર યાદવે 50 રનની શાનદાર અડધી સદી રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા, સૂર્યકુમાર સિવાય કેએલ રાહુલે પણ 51 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. આ જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે આજની મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ શું રહ્યો તે જણાવ્યો હતો.






રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન


પ્રથમ ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે આજની વિકેટ મુશ્કેલ હતી. તમે આ પ્રકારની રમતમાંથી ઘણું શીખો છો. અમે પિચ પરના ઘાસને જોઈને જાણતા હતા કે અહીં બોલરોને મદદ મળશે પરંતુ આખી 20 ઓવર સુધી  મદદ મળવાની અપેક્ષા નહોતી. રોહિતે કહ્યું કે બંને ટીમો હજુ પણ સ્પર્ધામાં છે જે ટીમ સારું રમશે તે જીતશે. અમે સારી શરૂઆત કરી હતી. મેચની શરૂઆતમાં ઝડપેલી પાંચ વિકેટ આજની મેચનો ટર્નિંગ પોઈન્ટ હતી. આજની મેચ પેસરને મદદ મળે ત્યારે કેવી રીતે બોલિંગ કરવી તેનું એક સારું ઉદાહરણ છે.


ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું હતું. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે અણનમ 50 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર સિવાય કેએલ રાહુલે પણ 51 રન ફટકાર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા અને નાર્ખિયાએ 1-1 વિકેટ ઝડપી હતી.