IND vs SA 3rd T20: સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ટીમનો વિજય, તિલક વર્માની તોફાની સદી

India vs South Africa Live Updates: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ સેન્ચુરિયનમાં રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 13 Nov 2024 11:54 PM
દક્ષિણ આફ્રિકાને ચોથો ઝટકો, માર્કરમ આઉટ

દક્ષિણ આફ્રિકાની ચોથી વિકેટ પડી. વરુણ ચક્રવર્તીએ માર્કરમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તે 29 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાને ત્રીજો ફટકો, અક્ષરે વિકેટ લીધી

ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો આપ્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 12 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 8.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 152 રનની જરૂર છે. માર્કરમ 14 રન બનાવીને રમી રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાએ 4 ઓવરમાં 32 રન બનાવ્યા

દક્ષિણ આફ્રિકાએ 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા હતા. હેન્ડ્રીક્સ 8 રન બનાવીને રમી રહ્યો છે. એડન માર્કરમ 3 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી એકમાત્ર વિકેટ અર્શદીપ સિંહે લીધે છે.

ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 220 રનનો ટાર્ગેટ

ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 220 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા છે. તિલક વર્માએ 56 બોલનો સામનો કરીને અણનમ 107 રન બનાવ્યા છે.


 





ભારતને ચોથો ઝટકો, હાર્દિક આઉટ

ભારતની ચોથી વિકેટ હાર્દિક પંડ્યાના રૂપમાં પડી હતી. તે 16 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. કેશવ મહારાજે હાર્દિકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો છે. ભારતે 13 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે.

અડધી સદી બાદ અભિષેક આઉટ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. અભિષેક શર્મા વિસ્ફોટક અડધી સદી બાદ આઉટ થયો હતો. તેણે 25 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ભારતે 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા છે.

ભારતનો સ્કોર 50 રનને પાર

અભિષેક શર્મા અને તિલક વર્માએ બોલરોની ધોલાઈ શરૂ કરી દીધી છે. આ બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ છે. ભારતે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 60 રન બનાવી લીધા છે. અભિષેક 29 રન બનાવીને રમી રહ્યો છે. તિલક 25 રન બનાવીને રમી રહ્યો છે.

ભારતને પહેલો ફટકો, સેમસન આઉટ

ભારતને મોટો આંચકો લાગ્યો છે. સંજુ સેમસન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો છે. પાછલી મેચની જેમ આ મેચમાં પણ તે શૂન્ય પર આઉટ થયો હતો. સંજુને જેન્સને આઉટ કર્યો હતો.

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-11

એડન માર્કરમ (કેપ્ટન), રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રિક્સ, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો યાન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોત્ઝી, કેશવ મહારાજ અને લુથો સિપામાલાને.

ભારતની પ્લેઇંગ-11

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.


 





દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ લીધી

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ભારતે પ્લેઇંગ 11 બદલાવ કર્યો છે. આવેશ ખાનની જગ્યાએ રમનદીપને મોકો મળ્યો છે.


 





રમનદીપનું આજે ડેબ્યુ

રમનદીપ સિંહને ડેબ્યૂ કેપ આપવામાં આવી છે. એટલે કે આજે તે ભારત માટે પોતાની પ્રથમ મેચ રમી રહ્યો છે. કેકેઆરએ તાજેતરમાં રમણદીપને રિટેન કર્યો હતો.


 





બ્રેકગ્રાઉન્ડ

India vs South Africa Live Updates: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ સેન્ચુરિયનમાં રમાશે. ભારત-દક્ષિણ આફ્રિકાની ટીમો ચાર મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે. આથી આ મેચ ઘણી મહત્વની બની રહી છે. ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બેટિંગ લાઇનઅપ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયા વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


કેપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લી બે મેચમાં બેટથી કંઈ ખાસ કરી શક્યો નથી. ઓપનર તરીકે અભિષેક શર્માએ પણ નિરાશ કર્યા છે. જો કે તેમ છતાં ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી શકે છે. હાર્દિક પંડ્યાએ છેલ્લી મેચમાં સારી બેટિંગ કરી હતી. તે આ વખતે પણ બેટથી કમાલ કરી શકે છે. ગયા વખતે વરુણ ચક્રવર્તીએ અદભૂત બોલિંગ કરી હતી. આ વખતે પણ તે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.