IND vs SA 4th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું
India vs South Africa Live Score Updates: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગમાં રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.
IND vs RSA Match Report: ચોથી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. આ રીતે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે 4 T20 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રન પર જ સિમિત રહી ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા.
રવિ બિશ્નોઈએ ટ્રિસ્ટન સ્ટબ્સને આઉટ કર્યો છે. ટ્રિસ્ટન સ્ટબ્સે 29 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાનો છઠ્ઠો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 13 ઓવરમાં 6 વિકેટે 105 રન છે.
દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 72 બોલમાં 241 રનની જરૂર છે. તેણે 8 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા છે. મિલર 11 રન અને સ્ટબ્સ 18 રન સાથે રમી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાએ ચોથી વિકેટ ગુમાવી છે. ક્લાસેન શૂન્ય પર આઉટ થયો હતો. અર્શદીપ સિંહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ ઇનિંગમાં અર્શદીપની ત્રીજી વિકેટ છે. દક્ષિણ આફ્રિકાએ 3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 10 રન બનાવ્યા હતા. હવે સ્ટબ્સ બેટિંગ કરવા આવ્યો છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો આપ્યો છે. રિકલટન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 1.5 ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી છે.
જોહાનિસબર્ગમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો છે. સંજુ સેમસન અને તિલક વર્માએ અણનમ સદી ફટકારી હતી. તિલકે 120 રનની ઇનિંગ રમી હતી. તેણે 9 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. સંજુએ 109 રન બનાવ્યા હતા. તેણે 9 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી લુથો સિમ્પાલાએ એકમાત્ર વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 58 રન આપ્યા હતા.
ભારતે 17 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા છે. તિલક વર્મા 95 રન બનાવીને રમી રહ્યો છે. સંજુ સેમસન 94 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 167 રનની ભાગીદારી છે.
સંજુ સેમસન અને તિલક વર્મા વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે. તિલકે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. તે 25 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. સંજુ 83 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 14 ઓવરમાં 199 રન બનાવ્યા છે.
ભારતે 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. સંજુ સેમસન 24 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી છે. તિલક વર્મા 4 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતે 4 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 44 રન બનાવ્યા હતા. સંજુ સેમસન 15 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક શર્મા 10 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા તરફથી બોલિંગ કરતી વખતે જેન્સને 2 ઓવરમાં 18 રન આપ્યા હતા.
રેયાન રિકેલ્ટન, રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરમ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો જોન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, એન્ડીલે સિમલેન, કેશવ મહારાજ, લુથો સિપામ્લા.
ભારતે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારતની પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્ય કુમારે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs South Africa Live Score Updates: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની અંતિમ મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ સિરીઝની અંતિમ મેચ હશે. ભારત પાસે 2-1ની લીડ છે. હવે તેની નજર શ્રેણી જીત પર રહેશે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચમાં રોમાંચક જીત નોંધાવી હતી. જોકે ચોથી મેચમાં જીત તેના માટે આસાન નહીં હોય. ટીમ ઈન્ડિયાને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
ટીમ ઈન્ડિયા માટે પ્રથમ મેચમાં સંજુ સેમસને સદી ફટકારી હતી. પરંતુ આ પછી તે સતત બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. જો કે તેમ છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. અભિષેક શર્મા સેમસન સાથે ઓપનિંગ કરી શકે છે. રમનદીપ સિંહે છેલ્લી મેચમાં સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેથી તેનું સ્થાન પણ લગભગ નિશ્ચિત છે. તિલક વર્મા અને રિંકુ સિંહને પણ મેદાનમાં ઉતરવાની તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પાસે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. જો અર્શદીપ પાંચ વિકેટ લેશે તો તે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખશે. અર્શદીપ ભારત માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેનારો બોલર બની શકે છે. તિલક વર્માએ છેલ્લી મેચમાં અણનમ 107 રન બનાવ્યા હતા. તે આ મેચમાં પણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -