India vs South Africa 3rd T20, India Playing 11: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ મેચમાં એકબાજુ ભારતીય ટીમનો પ્રયાસ સીરીઝને ક્લિન સ્વીપ કરવાનો હશે, તો બીજીબાજુ આફ્રિકન ટીમ આમાં જીત સાથે આત્મવિશ્વાસ મેળવવા પ્રયાસ કરશે. 


ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમે પહેલી બે મેચો જીતીની સીરીઝ 2-0થી સીલી કરી લીધી છે. એટલા માટે આજે કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડ સીનિયર ખેલાડીઓને આરામ આપશે અને યુવાઓને તક આપશે. જાણો આજે શું છે ફેરફાર......... 


શાહબાઝને મળી શકે છે ડેબ્યૂનો મોકો - 
ત્રીજી ટી20માં ઓપનર કેએલ રાહુલ અને સીનિયર બેટ્સમેન વિરાટ કોહલીને રેસ્ટ આપવામાં આવશે, આ ઉપરાંત સ્પીન ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ રેસ્ટ આપવામાં આવી શકે છે. આવામાં આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર માટે ધમાકેદાર પ્રદર્શન કરનારા યુવા બેટ્સમેન શાહબાઝ અહેમદને ડેબ્યૂ કરવાનો મોકો આપવામાં આવી શકે છે. 


ખાસ વાત છે કે આજની ટી20માં સૂર્યકુમાર યાદવ કે ઋષભ પંત બેમાંથી કોઇ એક રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરી શકે છે. વળી, લાંબા સમય બાદ શ્રેયસ અય્યરની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી થશે. વળી, ફાસ્ટ બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજમાંથી એકને રમવાનો મોકો મળી શકે છે. 


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, દીપક ચાહર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ. 


દક્ષિણ આફ્રિકન ટીમ - 
ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), રીજા હેન્ડ્રિક્સ, તેમ્બા બવુમા (કેપ્ટન), એડન માર્કરમ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડ્વેન પ્રૉટિરિયસ, કેશવ મહારાજ, કગિસો રાબાડા, એનરિક નોર્ટ્ઝે, તબરેજ શમ્સી.


IND vs SA: સીરીઝ જીત બાદ પણ ટેન્શનમાં છે રોહિત શર્મા, ડેથ ઓવર્સ બોલિંગને લઇને આપ્યું આ નિવેદન ?


Rohit Sharma on Death Bowling:  ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી જીતી લીધી છે. ભારતે સીરિઝની શરૂઆતની બંને મેચ જીતીને 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પોતાની ધરતી પર T20 સીરિઝમાં સાઉથ આફ્રિકાને હરાવ્યુ હતું. જો કે આ જીત બાદ પણ કેપ્ટન રોહિત શર્મા પોતાની ટીમની ડેથ બોલિંગને લઈને ટેન્શનમાં છે.


ગુવાહાટીમાં બીજી T20 મેચ જીત્યા બાદ રોહિત શર્માએ ડેથ બોલિંગ વિશે કહ્યું હતું કે સાચું કહું તો આ (ડેથ બોલિંગ) સેક્શનમાં થોડી ચિંતા છે કારણ કે અમે સારી બોલિંગ નથી કરી રહ્યા. આ તે સેક્શન છે જ્યાં અમને પડકાર મળશે. ચિંતા કરવાની બહુ જરૂર નથી પણ આપણે આપણી જાતને વધુ તૈયાર કરવી પડશે.





આ દરમિયાન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના બેટિંગ અભિગમને લઈને ખૂબ જ સકારાત્મક દેખાઈ રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે બધા માનીએ છીએ કે અમે ટીમમાં આ જ ઈચ્છીએ છીએ. આ અભિગમ મિશ્ર પરિણામો આપે છે પરંતુ અમે તેની સાથે આગળ વધીશું. ભૂતકાળમાં એના પર ધ્યાન હતું કે દરેકને તક મળવી જોઈએ અને પોતાનું કામ કરે. પરંતુ હવે અમે તેનાથી આગળ વધી ગયા છીએ.