Surya Kumar Yadav Fastest 1 Thousand Runs: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. આ બંનેના આઉટ થયા પછી, ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તેના બેટથી તોફાની ઇનિંગ રમી અને 22 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે પોતાના T20 ઈન્ટરનેશનલમાં 1 હજાર રન પણ પૂરા કર્યા. આ સિદ્ધિ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


સૌથી ઓછા બોલમાં 1 હજાર રન બનાવ્યાઃ


દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવે 1000 રન બનાવીને પોતાના T20 ક્રિકેટ કરિયરના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. સુર્યકુમારે T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં 1 હજાર રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવે T20 આંતરરાષ્ટ્રીયમાં 1000 રન બનાવવા માટે 573 બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 174 રહ્યો છે.


T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન


સૂર્યકુમાર યાદવ 573 બોલ, સ્ટ્રાઈક રેટ 174


ગ્લેન મેક્સવેલ 604 બોલ, સ્ટ્રાઈક રેટ 166


કોલિન મુનરો 635 બોલ, સ્ટ્રાઈક રેટ 157


એવિન લુઈસ 640 બોલ, સ્ટ્રાઈક રેટ 156


થિસારા પરેરા 654 બોલ, સ્ટ્રાઈક રેટ 153




T20I માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય


સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં સૌથી ઓછા બોલમાં 1000 રન બનાવનાર બીજા સૌથી ઝડપી ખેલાડી તેમજ T20 ક્રિકેટમાં ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે આજે દક્ષિણ આફ્રિકા સામે 18 બોલમાં સદી ફટકારી હતી. તેના પહેલાં ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.