Suryakumar Yadav Record India vs South Africa 1st T20I: ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર યાદવે જોરદાર ઈનિંગ રમી હતી. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. આ અડધી સદીની મદદથી સૂર્યકુમારે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. તે એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.


પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર 4 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે માત્ર 33 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે આ ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગની મદદથી તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો. ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધવનના નામે હતો. હવે સૂર્યકુમાર ટોચ પર પહોંચી ગયા છે.


સૂર્યકુમારે આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 695 રન બનાવ્યા છે. જ્યારે ધવને વર્ષ 2018માં 689 રન બનાવ્યા હતા. આ મામલામાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. કોહલીએ 2016માં 641 રન બનાવ્યા હતા. આ મામલે રોહિત શર્મા ચોથા સ્થાને છે. રોહિતે 2018માં 590 રન બનાવ્યા હતા.


સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે


ટીમ ઈન્ડિયામાં સૂર્યાની એન્ટ્રી થઈ ત્યારથી તે રન બનાવી રહ્યો છે. તેની દરેક ઇનિંગમાં નવી સ્ટાઇલ જોવા મળે છે. T20 ક્રિકેટમાં અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે 32 મેચમાં 976 રન બનાવ્યા છે, તેની પાસે 1 સદી અને 8 અડધી સદી પણ છે.


વર્ષ 2022માં, સૂર્યાએ T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. આ વર્ષે સૂર્યકુમાર યાદવે 21 મેચમાં 732 રન બનાવ્યા છે, જે દરમિયાન તેની એવરેજ 40થી વધુ રહી છે. આ વર્ષે તેના નામે 1 સદી અને 5 અડધી સદી છે.


એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ T20 રન


695 - સૂર્યકુમાર યાદવ (2022)*


689 - શિખર ધવન (2018)


641 - વિરાટ કોહલી (2016)


590 - રોહિત શર્મા (2018)