IND vs SA: વનડે સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ કહ્યું - 'બોલો તારા રા રા..' જુઓ દમદાર ડાન્સ Video

ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી વનડે સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચની જીત સાથે જ ધવનની કેપ્ટનશિપમાં ભારતે દ. આફ્રિકાને વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું.

Continues below advertisement

Team India Dance video: ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી વનડે સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચની જીત સાથે જ શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને સમગ્ર ટીમ માત્ર 99 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી અને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

Continues below advertisement

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો દમદાર ડાન્સઃ

આ શાનદાર જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવન અને સ્ટાર બોલર કુલદીપ યાદવે ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં દેખાય છે કે, દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ મસ્તીના મુડમાં છે. વીડિયોમાં શિખર ધવન, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, ઈશાન કિશન સહિતના પ્લેયર્સ દલેર મહેંદીના સુપરહિટ સોંગ - બોલો તારા રા રા પર શાનદાર ડાન્સ કરી રહ્યા છે. શિખર ધવને વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "જીત કે બોલો તારા રા રા". આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અય્યરે વિનિંગ સિક્સર ફટકારીઃ

આજની મેચમાં 100 રનના સ્કોરનો પીછો કરતા ભારતે શિખર ધવનની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. જોકે, શુભમન ગિલ શાનદાર બેટિંગ કરી અને માત્ર એક રનથી તેની અડધી સદી ચૂકી ગયો હતો. ત્યાર બાદ શ્રેયસ અય્યર અને સંજુ સેમસન ક્રિઝ પર હતા ત્યારે ભારતે 19મી ઓવરના પહેલા બોલે શ્રેયસ અય્યરે વિનિંગ સિક્સર ફટકારીને જીત મેળવી લીધી હતી. આ દરમિયાન રનની વાત કરીએ તો શિખર ધવને 8 રન, શુભમન ગિલે 49 રન, ઈશાન કિશને 10 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યર 28 રન અને સંજુ સેમસન 2 રન સાથે અણનમ રહ્યા હતા.

Continues below advertisement
Sponsored Links by Taboola