IND vs SL 1st Test Day 1: ભારતના નામે રહ્યો ટેસ્ટનો પ્રથમ દિવસ, સદી ચૂક્યો પંત
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ પણ છે
ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ઋષભ પંત 96 રન બનાવી આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 9 ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી 96 રન બનાવ્યા હતા.
ટી-બ્રેક બાદ મેચ શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટ ગુમાવીને 200 રનને પાર થઇ ગયો છે. શ્રેયસ ઐય્યર અને વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે મોરચો સંભાળ્યો છે.
આ અગાઉ રોહિત શર્મા 29 અને મયંક અગ્રવાલ 33 રન બનાવી આઉટ થયા હતા.
લંચ બ્રેક સુધી ભારતે 2 વિકેટ ગુમાવીને 109 રન બનાવી લીધા છે. અત્યારે હનુમા વિહારી 30 રન અને વિરાટ કોહલી 15 રન બનાવીને અણનમ છે.
બ્રેકગ્રાઉન્ડ
મોહાલીઃ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ પણ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે ઉતરી છે. અહીંની પિચ પર માત્ર સ્પિનરોને જ મદદ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -