IND vs SL 1st Test Day 2 Live: શ્રીલંકા 100 રનને પાર, અશ્વિને અપાવી ચોથી સફળતા
IND vs SL: ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતુ.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 05 Mar 2022 04:49 PM
બ્રેકગ્રાઉન્ડ
IND vs SL 1st Test: ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતુ. રિષભ પંતની વન ડે સ્ટાઈલની 97 બોલમાં 96...More
IND vs SL 1st Test: ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતુ. રિષભ પંતની વન ડે સ્ટાઈલની 97 બોલમાં 96 રનની વિસ્ફોટક ઈનિંગ તેમજ વનડાઉન આવેલા વિહારીના 58 રનની મદદથી ભારતે શ્રીલંકા સામે મોહાલીમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે 6 વિકેટે 357 રન કર્યા હતા. વિરાટ કોહલી કારકિર્દીની 100મી ટેસ્ટમાં પાંચ રન માટે અડધી સદી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં રોહિત પણ પ્રભાવ પાડી શક્યો નહતો અને 29 રને આઉટ થયો હતો. રમતના અંતે જાડેજા 45 અને અશ્વિન 10 રને રમતમાં હતા.
શ્રીલંકાની ચારેય વિકેટ એલબીડબલ્યુ
શ્રીંલકાના ઓપનરોએ મક્કમ શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે કરૂણારત્ને અને થિરીમાનેએ 48 રનની ભાગીદારી કરી હતી. કરુણારત્ને 28 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબીડબલ્યુ થયો હતો. થિરામાને પણ 17 રન બનાવી અશ્વિનની એલબીડબલ્યુ આઉટ થયો હતો. એંજેલો મેથ્યૂસ પણ 22 રન બનાવી બુમરાહની ઓવરમાં એલબીડલબ્યુ આઉટ થયો હતો ધનંજય ડિસિલ્વા 1 રન બનાવી અશ્વિનની ઓવરમાં એલબીડબલ્યુ આઉત થયો હતો. શ્રીલંકાના ચારેય બેટ્સમેન એલબીડલબ્યુ આઉટ થયા. હાલ લંકાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 104 રન છે.