શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કર્યા બાદ આજે ભારતીય ટીમ બીજી વનડે મેચ રમવા મેદાનમાં ઉતર્યું છે. બીજી વનડેમાં શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ વનડેમાં પણ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી ટીમ. આજની બીજી વનડે પણ કોલંબોના પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. શ્રીલંકાની ટીમે 97 બોલ બાદ બાઉન્ડ્રી ફટકારી છે.
શ્રીલંકાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 134 રન પર છે. ધનંજય ડી સિલ્વા 32 રન અને આવિશ્કા ફર્નાન્ડો 50 રને આઉટ થયા છે. અસાલાન્કા 6 રને અને દાસુન સનાકા 1 રને રમતમાં છે. ભારત તરફથી ચહલે બે વિકેટ ઝડપી છે, જ્યારે ચહર અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી છે.
ત્રણ મેચોની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની આગેવાની કેપ્ટન શિખર ધવન કરી રહ્યો છે, અને કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યાં છે. બન્ને સીરીઝમાં સારુ પરફોર્મન્સ બતાવી રહ્યાં છે.
ભારતીય સ્પીનર યુજવેન્દ્ર ચહલે સતત બે બૉલમાં બે વિકેટો ઝડપીને ટીમ ઇન્ડિયાને મેચમાં વાપસી કરાવી છે. 14મી ઓવરના બીજા બૉલ પર મિનોદ ભાનુકાને અને ત્રીજા બૉલ પર ભાનુકા રાજપક્ષાને પેવેલિયન મોકલ્યા.
શ્રીલકાને મોટો ઝટકો લાગ્યો છે. આક્રમક ઓપનર આવિશ્કા ફર્નાન્ડો ફિફ્ટી ફટકારીને આઉટ થઇ ગયો છે. ફર્નાન્ડોએ શાનદાર ઇનિંગ રમતા 71 બૉલમાં 50 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. ફર્નાન્ડોને ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારે કૃણાલ પંડ્યાના હાથમાં ઝીલાવી દીધો.
શ્રીલંકન ટીમ
આવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્નામન્તા ચમીરા, લક્ષન સંડાકન, કુસુન રજીતા.
ભારતીય ટીમ
પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.