IND vs SL 2nd ODI Colombo:  ભારત અને શ્રીલંકા વચ્ચે ODI શ્રેણીની પ્રથમ મેચ કોલંબોમાં રમાઈ હતી. આ મેચ ટાઈ રહી હતી. પરંતુ તે એકદમ રોમાંચક મેચ હતી. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ત્યાં સુધી માત્ર 230 રન બનાવી શકી હતી. હવે બંને ટીમો વચ્ચે બીજી વનડે રવિવારે રમાશે. ભારતે આ મેચમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. કોલંબોની પિચ પર સ્પિન માટે તૈયાર રહેવું પડશે.


ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ સ્પિનરો સામે આઉટ થયા


શ્રીલંકાએ પ્રથમ વનડેમાં ભારતને 230 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ સ્પિનરો સામે આઉટ થયા. આ સાથે કોલંબોની પીચ પર બેટિંગ થોડી પડકારજનક લાગી રહી હતી. ભારતીય ખેલાડીઓએ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે. શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગાએ 3 વિકેટ લીધી હતી. તેણે 24 રનના અંગત સ્કોર પર વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. આ સાથે કેએલ રાહુલ 31 રન બનાવીને આઉટ થયો હતો. હસરંગાએ કુલદીપ યાદવની વિકેટ પણ લીધી હતી.


પાંચ ખેલાડીઓ એલબીડબ્લ્યુ આઉટ થયા હતા


ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચની ઈનિંગ પર નજર કરીએ તો પાંચ ખેલાડીઓ એલબીડબ્લ્યુ આઉટ થયા હતા. કેપ્ટન રોહિત શર્મા, કોહલી, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે અને અર્શદીપ સિંહ આ જ રીતે પેવેલિયન પરત ફર્યા હતા. ભારતને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી. આ સમયે અર્શદીપ છેલ્લે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ તે પહેલા જ બોલ પર LBW આઉટ થયો હતો.






ભારતે શ્રીલંકાને ટી20 સીરીઝમાં 3-0થી હરાવ્યું હતું


તમને જણાવી દઈએ કે ભારતે શ્રીલંકાને ટી20 સીરીઝમાં 3-0થી હરાવ્યું હતું. પરંતુ વનડે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી. જેમાં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને ટક્કર આપી હતી. આ શ્રેણીની બીજી મેચ રવિવારે રમાશે. આ પછી સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ બુધવારે રમાશે. ટીમ ઈન્ડિયા બીજી વનડે માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરી શકે છે.