IND vs SL, 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પુણેની બીજી ટી20માં ભારતીયી ટીમને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. અંતિમ ઓવરમા ભારતીય ટીમને 21 રનની જરૂર હતી, પરંતુ 5 રન જ બનાવી શકી અને મેચમાં 5 રનોથી હાર થઇ હતી, આ સાથે જ શ્રીલંકન ટીમે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે, આ પહેલા પ્રથમ ટી20માં ભારતીય ટીમની જીત થઇ હતી, હવે બન્ને ટીમો વચ્ચે આગામી 7મી જાન્યુઆરીએ નિર્ણાયક અને ફાઇનલ મેચ રમાશે. 


શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવ્યુ
એકદમ રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવી દીધુ  છે. 207 રનોના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાને 190 રન જ બનાવી શકી, આની સાથે જ સીરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. જોકે, એકસમયે મેચમાં આવી સ્થિતિ આવી ગઇ હતી કે ભારતીય ટીમની હાર નક્કી દેખાતી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલના તાબડતોડ બેટિંગના કારણે ભારતીયી ટીમની જીતની આશા ફરી જીવંત થઇ હતી.


સીરીઝમાં 1-1ની બરાબરી, ફાઇનલ મેચ 7મીએ
બન્ને ટીમોએ આજે બીજી ટી20માં દમદાર રમત બતાવી, જોકે, આખરમાં શ્રીલંકન ટીમે બાજી મારી લીધી અને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી હતી, પ્રથમ ટી20 ભારતીય ટીમે જીતી હતી, જોકે હવે બીજી ટી20 શ્રીલંકાએ જીતી લીધી છે, હવે બન્ને ટીમો આગામી ફાઇનલ મેચ માટે 7મી જાન્યુઆરીએ આમને સામને ટકરાશે.


સૂર્યા અને અક્ષરની ઇનિંગ ગઇ બેકાર -


ભારતીય ટીમ એકસમયે હારની ખુબ નજીક પહોંચી ચૂકી હતી, પરંતુ અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવની તાબડતોડ બેટિંગે ટીમ ઇન્ડિયાને મેચમાં પાછી લાવી દીધી હતી. 


આ મેચમાં સૂર્યકુમાર યાદવે 36 બૉલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 51 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, આની સાથે અક્ષર પટેલે પણ દમદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 31 બૉલમાં 6 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે તોફાની 65 રન ફટકાર્યા હતા. જોકે, અંતે મેચમાં બન્નેની વિકેટો પડી ગયા બાદ ટીમ ઇન્ડિયાની હાર નક્કી થઇ ગઇ હતી. અંતિમ ઓવરમાં 21 રની જરૂર હતી, પરંતુ ટીમ ઇન્ડિયા માત્ર 5 રન જ બનાવી શકી અને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.


મેચની વાત કરીએ તો ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 206 રન બનાવ્યા હતા, તો સામે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરમાં 8 વિકેટો ગુમાવીને 190 રન જ બનાવી શકી હતી, આમ 16 રનોથી હારનો સામનો કરવો પડયો હતો, હવે આગામી 7મી જાન્યુઆરીએ ફાઇનલ ટી20 મેચ રમાશે.