IND vs SL 2nd T20I: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પુણેના મેદાન પર બીજી ટી20 રમાઇ રહી છે, પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને ત્રણ મેચોની સીરીઝમાં પહેલાથી 1-0ની લીડ બનાવી લીધી છે. આજની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે, કેમ કે એકબાજુ હાર્દિક પંડ્યા જીત સાથે સીરીઝ સીલ કરવા મેદાનમાં ઉતરશે, તો બીજીબાજુ શ્રીલંકન ટીમ સીરીઝ બચાવવા માટે પ્રયાસ કરશે.  


જાણો આજની મેચમાં શું થયા ટીમ ઇન્ડિયામાં ફેરફાર 


ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર - 
આજની બીજી ટી20માં ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો જોવા મળ્યા છે, આજની મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની પ્લેઇંગ ઇલેવનમાં હર્ષલ પટેલની જગ્યાએ યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહને જગ્યા આપવામા આવી છે, જ્યારે બીજા ફેરફારમાં ઇંજગ્રસ્ત સંજૂ સેમસનના સ્થાન પર રાહુલ ત્રિપાઠીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામા આવ્યો છે.


હેડ ટૂ હેડ આંકડાનો રેકોર્ડ -
બન્ને ટીમે અત્યાર સુધી 27 ટી20 મેચો રમી છે, જેમાંથી 18 મેચમાં ભારતીય ટીમની જીત થઇ છે, જ્યારે 8 મેચોમાં જ શ્રીલંકન ટીમ જીતવામાં સફળ રહી છે. જ્યારે એક મેચ પરિણામ વિનાની રહી છે. 


ભારતની પ્લેઇંગ ઇલેવન 
ભારતે આજની બીજી ટી20માં ટૉસ જીત્યો છે, અને આજની મેચની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે, ઇશાન કિશન, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, શિવમ માવી, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક.