IND vs SL: ભારત શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ભારત 59.1 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થયું હતું.  શ્રેયસ અય્યરે 92 રન બનાવ્યા હતા. રિષભ પંતે 39 રનનું યોગદાન આપ્યું હતું. હનુમા વિહારીએ 31 અને કોહલીએ 22 રન બનાવ્યા હતા. ભારતની છેલ્લા 5 વિકેટ 100થી વધુ રન ઉમેર્યા હતા.


તેંડુલકર-સેહવાગની કલબમાં સામેલ થયો  અય્યર


શ્રેયર અય્યર 92 રને સ્ટંપ આઉટ થવાની સાથે ટેસ્ટમાં નર્વસ નાઇન્ટીમાં સ્ટંપ આઉટ થનારો ચોથો ખેલાડી બન્યો હતો.



  • 96 રન, દિલીપ વેંગસરકર, વિ પાકિસ્તાન, ચેન્નઈ, 1987

  • 90 રન, સચિન તેંડુલકર વિ ઈંગ્લેન્ડ, બેંગાલુરુ, 2001

  • 99 રન વિરેન્દ્ર સેહવાગ વિ શ્રીલંકા, કોલંબો, 2010

  • 92 રન શ્રેયસ અય્યર વિ બેંગાલુરુ, 2022


ત્રણ ગુજરાતી સાથે ઉતરી ટીમ ઈન્ડિયા


બીજી ટેસ્ટમાં ભારત ત્રણ ગુજરાતી સાથે ઉતર્યું છે. પ્રથમ ટેસ્ટમાં બુમરાહ અને જાડેજા હતા, જ્યારે બીજી ટેસ્ટમાં જયંત યાદવના સ્થાને અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


ભારતની પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ


શ્રીલંકાની ટીમ


દિમુથ કરુણારત્ને, લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજય ડીસિલ્વા, ચરિથ અસલંકા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, લસિથ એમ્બુલડેનિયા, વિશ્વ ફર્નાંડો, પ્રવીણ જયવિક્રમા


પિંકબોલ ટેસ્ટમાં ભારતનો કેવો છે રેકોર્ડ


અત્યાર સુધી 3 ડેનાઈટ ટેસ્ટ રમી છે, જેમાંથી 2માં જીત મળી છે અને એકમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકન ટીમ 3 પિંક બોલ ટેસ્ટમાંથી 2 જીતી ગઈ છે જ્યારે 1માં હારનો સામનો કર્યો છે.