RCB Captain: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022મી સિઝન માટે પોતાની ટીમના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. બેંગ્લુરુમાં આયોજિત RCB Unbox નામની એક ઇવેન્ટમાં ફ્રેન્ચાઇઝીએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી. આરસીબીએ સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન ફાક ડુ પ્લેસીસને ટીમની કમાન સોંપી છે, જે આઇપીએલની 15મી સિઝનમાં આરસીબીની કેપ્ટનશીપ કરશે. 


ખાસ વાત છે કે, ફાક ડુ પ્લેસીસને આ વખતે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે ખરીદ્યો છે, આ પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ રહ્યો હતો, અને મહેન્દ્ર સિંહ ધોનીનો ખાસ વિશ્વાસુ ખેલાડી હતો. આ પહેલા ધોનીને આઇપીએલ ટ્રૉફી જીતાડવામાં ખુબ મોટો ફાળો ફાક ડુ પ્લેસીસનો રહ્યો છે. આ સિવાય ખાસ વાત છે કે, ફાક ડુ પ્લેસીસ ક્યારેય પણ આઇપીએલની કોઇપણ ટીમનો કેપ્ટન નથી રહ્યો, આ વખતે પહેલીવાર આરસીબીની કેપ્ટનશીપ કરવાનો મોકો ફ્રેન્ચાઇઝીએ આપ્યો છે. 






ફાફ ડુપ્લેસિસનું કેરિયરઃ
ડુપ્લેસિસને T20 ફોર્મેટનો શ્રેષ્ઠ ખેલાડી ગણવામાં આવે છે અને તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દ.આફ્રિકાની કમાન પણ સંભાળી ચૂક્યો છે. સાઉથ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ હેઠળ તેણે 37 T20 મેચની કમાન સંભાળી છે જેમાંથી 23 મેચમાં સાઉથ આફ્રિકાની જીતી થઈ છે અને 13 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 1 ટાઈ રહી છે. ફાફ ડુપ્લેસિસનો જીતવાનો દર 63.51% રહ્યો છે. ગત આઈપીએલ સીઝનમાં ફાફ ડુપ્લેસિસ ચેન્નાઈની ટીમ તરફથી રમ્યો હતો જેમાં તેમે 16 મેચોમાં 45.21ની એવરેજથી 633 રન કર્યા હતા. 


આ પણ વાંચો....... 


Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે


નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........


ગૂગલે આ ખતરનાક એપને પ્લે સ્ટૉરમાંથી હટાવી, ફોનમાં આવતા જ બેન્ક ખાતુ કરી દે છે ખાલી, જાણો કઇ રીતે કરે છે કામ.........


Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો


CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ


હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?