IND vs SL 3rd ODI: શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
IND vs SL 3rd ODI LIVE Updates: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, ત્રણ મેચોની વનડે સીરીઝમાં આજે અંતિમ વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે.
ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડે 317 રને જીતી લીધી છે. આ સાથે જ ભારતના નામે હવે વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે.
શ્રીલંકાની 57 રનમાં 8 વિકેટ પડી ગઈ છે. 19 ઓવરમાં જ શ્રીલંકાની ટીમના ટોપના બેટ્સમેનો આઉટ થઈ ગયા છે.
શ્રીલંકાની 57 રનમાં 8 વિકેટ પડી ગઈ છે. 19 ઓવરમાં જ શ્રીલંકાની ટીમના ટોપના બેટ્સમેનો આઉટ થઈ ગયા છે.
મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના બેટ્સમેનો ઘૂંટણીયે આવી ગયા છે. 39 રનમાં શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવી છે. જેમાંથી પાચ વિકેટ લિરાજે લીધી છે.
શ્રીલંકાએ 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. સિરાજે મેન્ડિસને 4 રને અને શમીએ અસાંલકાને 1 રને આઉટ કર્યો છે.
શ્રીંલંકાની શરુઆત ખરાબ રહી છે. ઓપનર ફર્નાંડો 1 રને સિરાજનો શિકાર બન્યો છે.
ભારતે શ્રીલંકા સામે રનનો ટાર્ગેટ રાખ્યો છે. ભારત તરફથી ગીલે 116 રન અને કોહલીએ 162 રનનું યોગદાન આપ્યું હતું.
શ્રેયસ અય્યર 32 હોલમાં 38 રન કરી આઉટ થયો છે. ભારતનો સ્કોર 334 રન છે.
વિરાટ કોહલીએ તેની 46મી સદી ફટકારી છે. વન ડેમાં સૌથી વધુ ફટકારવામાં સચિન તેંડુલકર બાદ કોહલીનો નંબર આવે છે. સચિને 49 સદી ફટકારી છે. હાલમાં ભારતનો સ્કોર 300 રનને પાર કરી ગયો છે.
ભારતનો સ્કોર 250 રને પાર કરી ગયો છે. શુભમન ગીલ 116 રન કરી આઉટ થયો છે. હાલમાં વિરાટ કોહલી 75 અને અય્યર 17 રને બેટિંગ કરી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાનો સ્કૉર 200 રનને પાર પહોંચી ગયો છે, 32 ઓવર બાદ ભારતનો સ્કૉર 1 વિકેટના નુકશાને 220 રન પર પહોંચ્યો છે, અત્યારે શુભમન ગીલ 93 બૉલમાં 113 રન અને વિરાટ કહોલી 50 બૉલમાં 55 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતના રન મશીન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન ફરી એકવાર કર્યુ છે, કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ ફિફ્ટી ફટકારી છે. કોહલીએ 48 બૉલમાં 50 રન બનાવ્યા છે, કોહલીએ આ ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા છે.
ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શુભમન ગીલે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર સદી ફટકારી છે, ગીલે પોતાની વનડે આંતરરાષ્ટ્રીય કારકીર્દીની આ બીજી સદી ફટકારી છે, ગીલે 89 બૉલમાં શાનદાર બેટિંગ કરતા 12 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે સદી પુરી કરી છે.
ભારતીય ઓપનર બેટ્સમેન શુભમન ગીલે દમદાર બેટિંગ કરી છે, શ્રીલંકા વિરુદ્ધ અત્યારે શાનદાર ફિફ્ટી બનાવીને રમી રહ્યો છે. અત્યારે 70 બૉલમાં 74 રન ફટકારી ચૂક્યો છે, જેમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે.
ટીમ ઇન્ડિયાની દમદાર બેટિંગ જોવા મળી રહી છે, ટીમે 150નો આંકડો પાર કરી દીધો છે. 24 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 1 વિકેટના નુકશાને 153 પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર શુભમન ગીલ 68 રન અને વિરાટ કોહલી 33 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યાં છે.
ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગીલે ફરી એકવાર વનડેમાં દમદાર બેટિંગ કરી છે, ગીલે શ્રીલંકા વિરુદ્ધ ફિફ્ટી ફટકારી છે. ગીલે 52 બૉલમાં 50 રન બનાવ્યા છે, આ ઇનિંગમાં ગીલે 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે.
ભારતીય ટીમનો સ્કૉર 100 રનને પાર થઇ ચૂક્યો છે. 16 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 100 રન પર પહોંચ્યો છે. હાલમાં ક્રિઝ પર શુભમન ગીલ 45 રન અને ન વિરાટ કોહલી 5 રન બનાવીને રમી રહ્યાં છે.
ભારતને પહેલો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો છે, કેપ્ટન 49 બૉલમાં 42 રનની ઇનિંગ રમીને પેવેલિયન ભેગો થયો છે. રોહિત શર્માને કરુણારત્નએ ફર્નાન્ડોના હાથમાં ઝીલાવી દીધો છે.
ટીમ ઇન્ડિયાનો સ્કૉર 50 રનને પાર પહોંચી ગયો છે, 8 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 51 રન થયો છે. અત્યારે ક્રિઝ પર રોહિત શર્મા 17 રન અને શુભમન ગીલ 30 રન બનાવીને રમી રહ્યાં છે.
ભારતીયનો સ્કૉર 5 ઓવર બાદ વિના વિકેટે 19 રન પર પહોંચ્યો છે, હાલમાં ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 2 રન અને શુભમન ગીલ 13 રન બનાવીને રમી રહ્યાં છે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
આવિષ્કા ફર્નાન્ડો, નુવાન્દુ ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), એશન બન્ડારા, ચરિથ અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, જેફરી વાન્ડરસે, ચામિકા કરુણારત્ને, કસુન રાજિથા, લાહીરુ કુમારા.
ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે શ્રીલંકન ટીમે પહેલા બૉલિંગ કરવા મેદાનમાં ઉતરશે. તિરુવનંતપુરમમાં રમાઇ રહેલી ત્રીજી વનડેમાં એમ્પાયર જયરમન મદનગોપાલ, નીતિન મેનન, અનિલ ચૌધરી અને રેફરી જવાલગ શ્રીનાથ છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતી લીધો છે, અને અંતિમ વનડેમાં પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, ભારત અને શ્રીલંકાની ત્રીજી વનડે મેચ કેરાલાના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
ભારતીય ખેલાડી વિરાટ કોહલી આ મેચમાં એક મોટો અને ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં શ્રીલંકના પૂર્વ સ્ટાર ક્રિકેટર મહેલા જયવર્ધનેનો રેકોર્ડ તોડી શકે છે. આ આ માટે કોહલીને 63 રનોની જરૂર છે. હાલમાં તે આ મામલામાં છઠ્ઠા નંબર પર છે. કોહલીએ અત્યાર સુધી રમેલી 267 વનડે મેચોમાં 12588 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 45 સદીઓ અને 64 ફિફ્ટી ફટકારી છે. કોહલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં છઠ્ઠા નંબર પર છે. જો તે 63 રન બનાવી લે છે, તો આ મામલામાં તે મહિલા જયવર્ધનેને પાછળ પાડીને પાંચમા નંબર પર પહોંચી જશે. જયવર્ધનેએ 448 મેચોમાં 12650 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 19 સદી અને 77 ફિફ્ટી ફટકારી છે.
શ્રીલંકના ઓપનર બેટ્સમેન આવિષ્કા ફર્નાન્ડો ભારત વિરુદ્ધ તિરુવનંતપુરમમાં રમાનારી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આવિષ્કા ત્રીજી મેચમાં જો 11 રન બનાવી લે છે, તો તે શ્રીલંકન ટીમમાં ચોથો સૌથી ફાસ્ટ એક હજાર વનડે ઇન્ટરનેશનલ રન પુરા કરનારો બેટ્સમેન બની જશે. આવિષ્કાએ અત્યાર સુધી શ્રીલંકા માટે 28 વનડે ઇન્ટરનેશનલ મેચો રમી છે, આમાં તેને 3 સદી અને 5 ફિફ્ટીની મદદથી 989 રન બનાવ્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, ભારતીય ટીમ આ સીરીઝમાં જીત મેળવી ચૂકી છે, છતાં જો અહીં હેડ ટૂ હેડ આંકડાની વાત કરવામાં આવે તો, અહીં ફરી એકવાર ભારતીય ટીમનું પલડુ ભારે લાગી રહ્યું છે.ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે ફૉર્મેટમાં અત્યાર સુધી 163 મેચો રમાઇ ચૂકી છે. ભારતીય ટીમે 94 વનડેમાં શ્રીલંકાને હરાવ્યુ છે, તો 57 મેચોમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત 11 વનડે મેચોમાં કોઇ પરિણામ નથી આવ્યુ. આ આંકડા પરથી કહી શકાય કે ભારતીય ટીમ જીતના રેશિઓમાં શ્રીલંકાથી આગળ છે. જોકે, આજની મેચમાં ટૉસ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શુભમન ગીલ, ઇશાન કિશન, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.
દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, અશાન બન્ડારા, વાનિન્દુ હસરંગા, આવિષ્કા ફર્નાન્ડો, નુવાન્દુ ફર્નાન્ડો, ચામિકા કરુણારત્ને, લાહીરુ કુમારા, દિલશાન મધુશંકા, પાથુમ નિશંકા, પ્રમોદ મધુશન, કાસુન રજિતા, સાદીરા સમરવિક્રમા, મહીષ તીક્ષણા, જેફ્રી વાન્દરસે, દુનિથ વેલાલગે.
આ મેચ 15 જાન્યુઆરી (રવિવાર) બપોરે 1.30 વાગે શરૂ થશે, સીરીઝની આ છેલ્લી અને અંતિમ વનડે મેચ કેરાલાના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની આ છેલ્લી વનડે મેચ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની અલગ અલગ ટીવી ચેનલ્સ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, આ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે, ફ્રી ડીટીએચ કનેક્શન પર આ મેચ ડીડી સ્પૉર્ટ્સ પર પણ જોઇ શકાશે.
ત્રીજી વનડેમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડવાની તક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોઈપણ એક દેશ સામે વનડેમાં સંયુક્ત રીતે 95-95 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં શ્રીલંકાને હરાવશે તો તે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે. ત્યારે ભારત વન-ડે ઈતિહાસમાં કોઈપણ એક દેશ સામે સૌથી વધુ જીત મેળવનાર દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 141માંથી 95 વનડે જીતી છે. આ સાથે જ ભારતે શ્રીલંકા સામે 164 વનડેમાંથી 95માં જીત મેળવી છે.
બન્ને દેશની ક્રિકેટ ટીમો આજે સીરીઝની અંતિમ વનડે મેચ રમવા માટે મેદાનામાં ઉતરશે, બન્ને ટીમોનો પ્રયાસ જીત મેળવવાનો રહેશે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ શરૂઆતની પ્રથમ બે વનડે મેચો જીતીને સીરીઝ પર 2-0થી કબજો જમાવી ચૂકી છે. આજની મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે, આ પહેલા કેરાલાના તિરુવનંતપુરના ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમની પીચનો રિપોર્ટ જાણી લઇએ. આજની મેચ ગ્રીન ફિલ્ડની પીચ પર રમાશે, આ પીચની વાત કરીએ તો, અહીં બેટ્સમેનો માટે મુશ્કેલ બની શકે છે. આ પીચના આંકડાની વાત કરીએ તો, અહીંની પીચથી સ્પીનરો અને ફાસ્ટ બૉલરોને મદદ મળી શકે છે, જ્યારે બેટ્સમેનોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ પીચ પર ટૉસ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જોકે, આ પીચ પર બેટ અને બૉલની વચ્ચે રોમાંચક લડાઇ જોવા મળી શકે છે. અહીં સ્કૉર નીચો રહેવાની પુરેપુરી સંભાવના છે.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડ શુક્રવારે સવારે બેગ્લુરુ માટે રવાના થઇ ગયા, આ દરમિયાન ટીમ ઇન્ડિયા અને સપોર્ટ સ્ટાફે તિરુવનંતપુરમ માટે ઉડાન ભરી. તે શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે અવેલેબલ રહેશે કે નહીં, હજુ તેના પર કોઇ અધિકારિક નિવેદન સામે નથી આવ્યુ. તે સ્વાસ્થ્ય કારણોના કારણે કોલકત્તાથી સવારે બેંગ્લુરું માટે રવાના થઇ ગયા. રિપોર્ટ અનુસાર, ગુરુવારે ભારત અને શ્રીલંકાની વચ્ચે બીજી મેચ દરમિયાન તેમને બ્લેડ પ્રેશરની ફરિયાદ કરી હતી, આ દરમિયાન ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળના ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી.
ત્રીજી વનડેમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડવાની તક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોઈપણ એક દેશ સામે વનડેમાં સંયુક્ત રીતે 95-95 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં શ્રીલંકાને હરાવશે તો તે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે. ત્યારે ભારત વન-ડે ઈતિહાસમાં કોઈપણ એક દેશ સામે સૌથી વધુ જીત મેળવનાર દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 141માંથી 95 વનડે જીતી છે. આ સાથે જ ભારતે શ્રીલંકા સામે 164 વનડેમાંથી 95માં જીત મેળવી છે.
શ્રીલંકા સામેની ત્રીજી મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમા કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. શ્રીલંકા સામે ટી-20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારા સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. સૂર્યકુમારે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેના સિવાય ઈશાન કિશનને પણ ત્રીજી વનડેમાં તક મળી શકે છે. બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારીને તે ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે. આ બે સિવાય ડાબોડી બોલર અર્શદીપ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ત્રીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક
આવિષ્કા ફર્નાન્ડો, નુવાન્દુ ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજયા ડી સિલ્વા, ચરિત અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, દુનિથ વેલાલેજ, ચામિકા કરુણારત્ને, કસુન રજિતા, લાહીરુ કમારા.
રોહિત શર્મા એન્ડ કંપનીએ ત્રણ વનડેની સીરીઝમાં પ્રથમ બન્ને વનડેમાં શાનદાર જીત મેળવી છે, પ્રથમ વનડે ભારતમાં ગૌવાહાટીમાં રમાઇ હતી, અહી ભારતીય ટીમે 67 રનોથી શાનદાર જીત હાંસલ કરી હતી, જોકે, બીજી કરો યા મરો વનડે કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ હતી, આ મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 4 વિકેટથી જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવી દીધો હતો. આજની મેચ તિરુવનંતપુરમમાં બપોરે 1-30 વાગ્યાથી શરૂ થઇ રહી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ વનડે મેચની ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, આજની મેચ કેરાલાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, તીરુવનંતપુરમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમ પહેલાથી જ ત્રણ મેચોની વનડે સીરીઝને 2-0થી કબજે કરી ચૂકી છે, આજની મેચ માત્ર ઔપચારિક છે. આજે બન્ને ટીમો વચ્ચે કેટલાક મોટા ફેરફારો પણ જોવા મળી શકે છે. રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ 2023ની જીત સાથે શરૂઆત કરી છે, ઘરેલુ મેદાનમાં રમાઇ રહેલી વનડે સીરીઝમાં ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ બે વનડેમાં જીત મેળવીને સીરીઝમાં કબજો જમાવી દીધો છે, જોકે, આ જે ત્રીજી વનડે કેરાલાના તીરુવનંતપુરમમાં રમાઇ રહી છે, તેને પણ ટીમ ઇન્ડિયા જીતવાનો પુરેપુરો પ્રયાસ કરશે, જો જીત મળે છે, તો ભારતીય ટીમ માટે વ્હાઇટ વૉશથી સીરીઝ જીતવાનો મોકો રહેશે. જોકે બીજી બાજુ શ્રીલંકન ટી માટે આ વર્ષની શરૂઆત ખરાબ ગણી શકાશે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs SL 3rd ODI LIVE Updates: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, ત્રણ મેચોની વનડે સીરીઝમાં આજે અંતિમ વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા રોહિત શર્માની આગેવાનીમાં શરૂઆતની બન્ને મેચો જીતીને સીરીઝમાં 2-0થી કબજો જમાવી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -