IND vs SL 3rd T20I Pitch: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રાજકોટમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે, આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએન સ્ટેડિયમમાં બન્ને ટીમો ટ્રૉફી પર કબજો જમાવવા પ્રયાસ કરશે, એકબાજુ દાસુન શનાકાની ટીમ હશે તો બીજીબાજુ હાર્દિક પંડ્યાની યુવા બ્રિગેડ જોવા મળશે.
ત્રણ મેચોની ટી20 સીરીઝમાં પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા જીત હાંસલ કરી હતી, જોકે, બીજી ટી20માં ટીમ ઇન્ડિયાને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો, આમ શ્રીલંકન ટીમે સીરીઝમાં વાપસી કરી હતી. હવે આજે બન્ને ટીમો વચ્ચે ફાઇનલ અને અંતિમ ટી20 મેચ રમાશે. આ પહેલા અહીં પીચને લઇને અપડેટ સામે આવ્યુ છે, જાણો આજે રાજકોટની પીચ કોણે મદદરૂપ સાબિત થશે, કેટલો થશે આ પીચ પર સ્કૉર.....
કેવો છે પીચનો મિજાજ, કોને થશે મદદરૂપ ?
પીચ અપડેટ અનુસાર, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ ખુબ સારી છે, રાજકોટમાં રમાનાર આ મેચમાં પીચ બેટ્સમેનો માટે ઘણી મદદગાર સાબિત થશે. અહીં સપાટ પિચ બૉલરો માટે મુશ્કેલી ઊભી કરે છે. બેટ્સમેનો માટે અહીં બેટિંગ કરવી ખૂબ જ સરળ રહેશે. તે જ સમયે, બૉલરોએ આ પીચ પાસેથી તેમની ચોક્કસ લાઇન અને લંબાઈ સિવાય બીજી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. પીચ બેટ્સમેનોને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે. સપાટ પીચની સાથે અહીં નાની બાઉન્ડ્રી બેટ્સમેન માટે વધુ મદદરૂપ સાબિત થશે. બાઉન્ડ્રી લંબાઈ લગભગ 65-70 મીટર હશે. આ પીચના હિસાબે અહીં બીજી હાઈ સ્કોર મેચ જોવા મળશે, એટલે કે આ પીચ પર 180થી વધુનો સ્કૉર શક્ય છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પુણેની બીજી ટી20માં ભારતીયી ટીમને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો. અંતિમ ઓવરમા ભારતીય ટીમને 21 રનની જરૂર હતી, પરંતુ 5 રન જ બનાવી શકી અને મેચમાં 16 રનોથી હાર થઇ હતી, આ સાથે જ શ્રીલંકન ટીમે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી. હાર્દિક પંડ્યાના કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ હાર છે. આ પહેલા છ મેચમાં તેણે ભારતને જીત અપાવી હતી. આ પહેલા પ્રથમ ટી20માં ભારતીય ટીમની જીત થઇ હતી, હવે બન્ને ટીમો વચ્ચે આગામી 7મી જાન્યુઆરીએ નિર્ણાયક અને ફાઇનલ મેચ રમાશે. આ મુકાબલો રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે.