Jasprit Bumrah: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈ મોટી જાણકારી આપી છે. બુમરાહ ફિટ થઈ ગયો છે અને તે શ્રીલંકા સામે વન ડે સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે આગામી સપ્તાહે રમાનારી ત્રણ મેચોની વન ડે સીરિઝમાં રમશે.


સપ્ટેમ્બર 2022થી હતો બહાર


બુમરાહ ઈજાના કારણે સપ્ટેમ્બર 2022થી ટીમ ઈન્ડિયાથી બહાર હતો. જોકે હવે તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ શ્રીલંકા સામેની આગામી 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં ઝડપી બોલર બુમરાહનો સમાવેશ કર્યો છે.  


ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ


જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. પીઠની ઈજાને કારણે તે ICC મેન્સ 2022 T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. ભારતનો આ સ્ટાર ફાસ્ટ બોલર રિહેબિલિટેશનમાંથી પસાર થયો છે અને હવે તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે. હવે બુમરાહ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની ODI ટીમ સાથે જોડાશે.






ઘર આંગણે પ્રથમ વખત કેપ્ટનશિપ કરશે હાર્દિક પંડ્યા


ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે (3 જાન્યુઆરી) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત મેદાન પર ઉતરશે. બિગ-3 (વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ)ની ગેરહાજરીમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા સામે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની કસોટી થશે. વિદેશમાં જીત મેળવનાર પંડ્યા પોતાની ધરતી પર પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ પહેલા હાર્દિકે છ મેચમાં કેપ્ટનશીપ કરી છે. તમામ મેચો વિદેશી મેદાનો પર રમાઈ છે. હાર્દિકે આયર્લેન્ડ સામે બે, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ સામે એક-એક જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને ટાઈમાં સમાપ્ત થઈ હતી. તેની કેપ્ટનશીપ હેઠળ તેણે હજુ સુધી હારનો સામનો કરવો પડ્યો નથી.