IND vs SL, 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ 35.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 143 રનની લીડ મળી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 24 રનમાં 5 વિકેટ, અશ્વીને 30 રનમાં 2, શમીએ 18 રનમાં 2 તથા અક્ષર પટેલે 21 રનમાં 1 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 6 વિકેટે 86 રન નોંધાવ્યા હતા. બુમરાહ શ્રીલંકા સામે સૌથી ઓછા રન આપીને 5 વિકેટ લેનારો ભારતીય ફાસ્ટ બોલર બન્યો હતો.
શ્રીલંકા સામે સૌથી ઓછા રનમાં 5 વિકેટ લેનારા ભારતીય ફાસ્ટ બોલર
- જસપ્રીત બુમરાહ, 24 રનમાં 5 વિકેટ, બેંગાલુરુ, 2022
- ઈશાંત શર્મા, 54 રનમાં 5 વિકેટ, કોલંબો, 2015
- વેંકટેશ પ્રસાદ, 72 રનમાં 5 વિકેટ, કેન્ડી, 2001
- ઝહીર ખાન, 72 રનમાં 5 વિકેટ, મુંબઈ, 2009
શ્રીલંકાએ ભારત સામે નોંધાવેલા સૌથી ઓછો સ્કોર
- 82 રન, ચંદીગઢ, 1990
- 109 રન, બેંગાલુરુ, 2022
- 119 રન, અમદાવાદ, 1994
- 134 રન, કોલંબો, 2015
પ્રથમ દિવસે શું થયું
ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ભારત 59.1 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થયું હતું. શ્રેયસ અય્યરે 92 રન બનાવ્યા હતા. રિષભ પંતે 39 રનનું યોગદાન આપ્યું હતું. હનુમા વિહારીએ 31 અને કોહલીએ 22 રન બનાવ્યા હતા. ભારતની છેલ્લા 5 વિકેટ 100થી વધુ રન ઉમેર્યા હતા.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
શ્રીલંકાની ટીમ
દિમુથ કરુણારત્ને, લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજય ડીસિલ્વા, ચરિથ અસલંકા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, લસિથ એમ્બુલડેનિયા, વિશ્વ ફર્નાંડો, પ્રવીણ જયવિક્રમા