IPL 2022: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે આઇપીએલ 2022 માટે ફૂક ડુ પ્લેસીસને કેપ્ટન બનાવ્યા છે. ટીમે નવી જર્સી પણ લૉન્ચ કરી છે. ફૂક ડુ પ્લેસીસની સાથે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નવી જર્સીમાં દેખાઇ રહ્યો છે. ટીમની નવી જર્સીનો કલર જુની જર્સી જેવો જ છે. પરંતુ આની ડિઝાઇન અને લૂક બદલાઇ ગયો છે. જર્સી લાલ અને કાળા કલરમાં છે. આરસીબીએ ટ્વીટ કરીને નવી જર્સીની તસવીર શેર કરી છે.

આરસીબીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર વિરાટ કોહલી અને ફૂક ડુ પ્લેસીસની તસવીરો શેર કરી છે. આમાં બન્ને ખેલાડીઓ નવી જર્સીમાં દેખાઇ રહ્યાં છે. વિરાટનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. કોહલીએ કહ્યું તેને ડિઝાઇન બહુજ પસંદ આવી છે. તેને કહ્યું કે આનો ફેબ્રિક પણ સારો છે.

ધોનીના આ માનીતા વિસ્ફોટક બેટ્સમેનને RCBએ બનાવ્યો ટીમને કેપ્ટન, આઇપીએલમાં કેવુ છે પરફોર્મન્સ-
આરસીબીએ સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન ફાક ડુ પ્લેસીસને ટીમની કમાન સોંપી છે, જે આઇપીએલની 15મી સિઝનમાં આરસીબીની કેપ્ટનશીપ કરશે. 

ખાસ વાત છે કે, ફાક ડુ પ્લેસીસને આ વખતે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે ખરીદ્યો છે, આ પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ રહ્યો હતો, અને મહેન્દ્ર સિંહ ધોનીનો ખાસ વિશ્વાસુ ખેલાડી હતો. આ પહેલા ધોનીને આઇપીએલ ટ્રૉફી જીતાડવામાં ખુબ મોટો ફાળો ફાક ડુ પ્લેસીસનો રહ્યો છે. આ સિવાય ખાસ વાત છે કે, ફાક ડુ પ્લેસીસ ક્યારેય પણ આઇપીએલની કોઇપણ ટીમનો કેપ્ટન નથી રહ્યો, આ વખતે પહેલીવાર આરસીબીની કેપ્ટનશીપ કરવાનો મોકો ફ્રેન્ચાઇઝીએ આપ્યો છે. 