કોલંબોઃ શ્રીલંકા અને ઈન્ડિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે

  કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા છે, જેના જવાબમાં ભારતે 24 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 173 રન બનાવી લીધા છે.


શ્રીલંકા સામે સૌથી ઝડપી 1000 રન


શિખર ધવન ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. તે ભારત તરફથી સૌથી મોટી વયે કેપ્ટનશિપ કરનારો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તેણે શ્રીલંકા સામે વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવ્યા હતા. તેણે આ માટે 17 ઈનિંગ લીધી હતી. જ્યારે સાઉથ આફ્રિકાના હાશિમ આમલાએ શ્રીલંકા સામે 1000 રન બનાવવા 18 ઈનિંગ લીધી હતી. ધવને આજે આમલાનો રેકોર્ડ તોડી નાંખ્યો હોતો.


વન ડેમાં 6000 રન


આ ઉપરાંત વન ડેમાં સૌથી ઝડપી 6000 રન બનાવનારો ચોથો ક્રિકેટર બન્યો હતો. શિખર ધવને 140મી ઈનિંગમાં આ કારનામું કર્યું હતું. આ મામલે હાશિમ આમલા પ્રથમ, કોહલી બીજા અને કેન વિલિયમસન ત્રીજા નંબર પર છે. આમલાએ 123મી ઈનિંગમાં, કોહલીએ 136મી ઈનિંગમાં અને કેન વિલિયમસને 139ની ઈનિંગમાં વન ડેમાં 6000 રન પૂરા કર્યા હતા.


ભારત તરફથી સૌથી મોટી વયે કેપ્ટનશિપ કરનારો ખેલાડી


છેલ્લા આઠ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવી ઓળખ ઉભી કરવાની સાથે ભારતીય વન ડે ટીમમાં નિયમિત સ્થાન મેળવનારો ધવન શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં પ્રથમ વખત કેપ્ટન્સી કરી રહ્યો છે. આ સાથે તે સૌથી મોટી ઉંમરે વન ડેમાં સૌપ્રથમ વખત કેપ્ટન્સી કરનારો ભારતીય ખેલાડી બની ગયો છે. ધવન ૩૫ વર્ષ અને ૨૨૫ દિવસની ઉંમરે કેપ્ટન તરીકે શ્રીલંકા સામે ઉતર્યો હતો. આ સાથે તે મોહિન્દર અમરનાથનો રેકોર્ડ તોડ્યો હતો. ઈ.સ. ૧૯૮૪માં સિયાલકોટમાં મોહિન્દરે પાકિસ્તાન સામેની વન ડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે તેમની ઊંમર ૩૪ વર્ષ અને 37 દિવસ હતી.



  • શિખર ધવન:    ૩૫ વર્ષ, ૨૨૫ દિવસ, શ્રીલંકા,  કોલંબો,  ૨૦૨૧

  • મોહિન્દર અમરનાથ:  ૩૪વર્ષ, ૩૭ દિવસ,  પાકિસ્તાન,  સિયાલકોટ, ૧૯૮૪

  • સૈયદ કિરમાણી:  ૩૩ વર્ષ, ૩૫૩ દિવસ,  વિન્ડિઝ,  ગુવાહાટી, ૧૯૮૩

  • અજીત વાડેકર:  ૩૩ વર્ષ, ૧૦૩ દિવસ,  ઈંગ્લેન્ડ,   લીડ્સ,    ૧૯૭૪