નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ વનડે મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે. પ્રથમ વનડેમાં શ્રીલંકાન ટીમના કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતારી છે, જ્યારે શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાનો ફેસલો કર્યો છે. આજની મેચ કૉલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ખાસ વાત છે કે ભારતીય ટીમ સીનિયર ખેલાડીઓ વિના આ પ્રવાસ કરી રહી છે. આ પ્રવાસમાં બીસીસીઆઇએ કેપ્ટન તરીકે અનુભવી બેટ્સમેને શિખર ધવનને ટીમની કમાન સોંપી છે,  જ્યારે કૉચ તરીકેની જવાબદારી પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડને સોંપવામા આવી છે. 


પ્રથમ વનડેમાં કેપ્ટન શિખર ધવને યુવા ખેલાડીઓને મોકો આપ્યો છે. ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે ઇશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં મોકો મળ્યો છે, આ સાથે જે ઇશાન કિશનને વનડેમાં ડેબ્યૂ કેપ મળી છે, ઇશાન કિશન માટે આજનો દિવસ ખાસ છે કેમકે એક બાજુ તેને વનડે ટીમની કેપ મળી છે તો બીજી બાજુ તેનો આજે જન્મ દિવસ છે. ઇશાન કિશન આજના દિવસે એટલેકે 18મી જુલાઇ 1998ના દિવસે બિહારના બોઘગયામાં જન્મ્યો હતો. 


ઇશાન કિશન વિશે.....
ઇશાન કિશન આજે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યો છે, આ પહેલા તેને ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કેપ મળી ચૂકી છે. ઇશાને ભારતીય ટીમ તરફથી માત્ર બે જ ટી20 મેચો રમી છે, જેમાં તેને 60 રન ફટકાર્યા છે, તેમાં એક અડધીસદી પણ સામેલ છે. ખાસ વાત છે કે ઇશાન કિશન આઇપીએલમાં જબરસદસ્ત રીતે ફોર્મમાં છે. તેને 56 આઇપીએલ મેચોમાં 1284 રન કર્યા છે. 


શ્રીલંકા સામેની ત્રણ વનડે સીરીઝ બાદ ભારતીય ટીમ ત્રણ ટી20 મેચો રમવાની છે. આ બન્ને સીરીઝમાં ટીમના સ્ટાર ખેલાડીઓ સામેલ નથી થયા. કોહલી, રોહિત, બુમરાહ, પંત જેવા ખેલાડીઓ હાલ ઇંગ્લેન્ડમાં છે જેથી શ્રીલંકા પ્રવાસમાં શિખર ધવન, ભુવનેશ્વરની આગેવાનીમાં ભારતની બીજી ટીમ રમી રહી છે.