IND vs SL Score 3rd T20: ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 91 રનથી વિજય, સૂર્યકુમાર યાદવના અણનમ 112 રન
IND vs SL Score 3rd T20: આજે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કરો યા મરો જંગ ખેલાશે, બન્ને ટીમો આજે સીરીઝ કબજે કરવા માટે મેદાનમાં ઉતરશે, હાલમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે.
ભારતે ત્રીજી T20માં શ્રીલંકાને 91 રને હરાવ્યું છે. આ સાથે તેણે સીરિઝ 2-1થી જીતી લીધી હતી. ભારતીય ટીમની જીતમાં સૂર્યકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યાએ 9 છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા.
શ્રીલંકાની છ વિકેટ પડી ગઈ છે. શ્રીલંકા માટે મેચ જીતવી મુશ્કેલ થઇ ગઇ છે. હસરંગાને ઉમરાન મલિકે આઉટ કર્યો હતો. શ્રીલંકાએ છ વિકેટ ગુમાવી 121 રન બનાવ્યા છે.
શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો છે. યુઝવેન્દ્ર ચહલે ચરિથ અસાલંકાને આઉટ કર્યો હતો. અસાલંકાએ 19 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકાનો સ્કોર 9.3 ઓવર બાદ ચાર વિકેટે 84 રન છે.
ભારતે શ્રીલંકાને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ઇનિંગ્સના આકર્ષણનું કેન્દ્ર સૂર્યકુમાર યાદવ હતો, જેણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યકુમારે 9 સિક્સ સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર શુભમન ગિલે પણ 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 35 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
સૂર્યકુમાર યાદવે પોતાની સદી પૂરી કરી લીધી છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમારની આ ત્રીજી સદી છે. સૂર્યકુમારે 45 બોલમાં સદી પૂરી કરી હતી, જેમાં આઠ છગ્ગા અને છ ચોગ્ગા સામેલ હતા. ભારતનો સ્કોર 18.2 ઓવર પછી પાંચ વિકેટે 206 રન છે.
દીપક હુડ્ડા ચાર રનના અંગત સ્કોર પર દિલશાન મદુશંકાનો શિકાર બન્યો હતો. ભારતનો સ્કોર 16.4 ઓવર પછી પાંચ વિકેટે 189 રન છે. ભારતીય ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો છે. હાર્દિક માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો.
ભારતીય ટીમે 100 રન પૂરા કર્યા છે. સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 35 રન બનાવ્યા છે જ્યારે ગિલ 28 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. ભારતનો સ્કોર 11 ઓવર પછી બે વિકેટે 104 રન છે.
ટીમ ઇન્ડિયાનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો હતો. અગાઉ શાનદાર બેટિંગ કરી રહેલો રાહુલ ત્રિપાઠી આઉટ થયો છે. રાહુલને ચમિકા કરુણારત્નેએ આઉટ કર્યો હતો. રાહુલે 16 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 35 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ આક્રમક બેટિંગ કરી રહ્યા છે.
ભારતીય ટીમને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન એક રન બનાવીને આઉટ થયો હતો. ભારતે ત્રણ રન પર એક વિકેટ ગુમાવી દીધી છે.
ઇશાન કિશન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી,, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20I મેચ રાજકોટ ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમે 16 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળતા શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ઓવરના અંત સુધી 8 વિકેટ ગુમાવીને 190 રન જ બનાવી શકી હતી. આ મેચમાં જીત સાથે શ્રીલંકાએ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે.
ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.
પાથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તીક્ષણા, કસુન રાજિતા, દિલશાન મધુશંકા.
ફાઇનલ ટી20માં વરસાદ બનશે વિઘ્ન ?
હવામાન અપડેટ પ્રમાણે, આજની મેચમાં વરસાદ કે અન્ય કોઈ રીતે હવામાન મેચમાં ખલેલ પહોંચાડે તેવું લાગતું નથી. વેધર ડોટ કોમ મુજબ મેચના દિવસે એટલે કે 7 જાન્યુઆરીએ રાજકોટનું તાપમાન દિવસ દરમિયાન 32 ડિગ્રી સુધી પહોંચી જશે. તે જ સમયે, તે રાત્રે 17 ડિગ્રી સુધી નીચે જશે. આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન વરસાદની સંભાવના માત્ર 2 ટકા રહેશે જ્યારે રાત્રે તે ઘટીને 1 ટકા થઈ જશે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 46 ટકા રહેશે અને રાત્રે તે વધીને 57 ટકા થશે. આ સિવાય 10-15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ રિપોર્ટને જોતા એવું લાગે છે કે નિર્ણાયક મેચમાં હવામાન કોઈ અડચણ ઉભી નહીં કરે.
કેવો છે પીચનો મિજાજ, કોને થશે મદદરૂપ ?
પીચ અપડેટ અનુસાર, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ ખુબ સારી છે, રાજકોટમાં રમાનાર આ મેચમાં પીચ બેટ્સમેનો માટે ઘણી મદદગાર સાબિત થશે. અહીં સપાટ પિચ બૉલરો માટે મુશ્કેલી ઊભી કરે છે. બેટ્સમેનો માટે અહીં બેટિંગ કરવી ખૂબ જ સરળ રહેશે. તે જ સમયે, બૉલરોએ આ પીચ પાસેથી તેમની ચોક્કસ લાઇન અને લંબાઈ સિવાય બીજી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. પીચ બેટ્સમેનોને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે. સપાટ પીચની સાથે અહીં નાની બાઉન્ડ્રી બેટ્સમેન માટે વધુ મદદરૂપ સાબિત થશે. બાઉન્ડ્રી લંબાઈ લગભગ 65-70 મીટર હશે. આ પીચના હિસાબે અહીં બીજી હાઈ સ્કોર મેચ જોવા મળશે, એટલે કે આ પીચ પર 180થી વધુનો સ્કૉર શક્ય છે.
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડ્ડા, મુકેશ કુમાર, હર્ષલ પટેલ, અક્ષર પટેલ, જિતેશ શર્મા, શિવમ માવી, શુભમન ગીલ, રાહુલ ત્રિપાઠી, ઉમરાન મલિક. વૉશિંગટન સુંદર.
દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા (ઉપકેપ્ટન), ચરિથ અસલંકા, એશેન બન્ડારા, ધનંજય ડિ સિલ્વા, આવિષ્કા ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમાર, દિલશાન મધુશંકા, કુસલ મેન્ડિસ, પથુમ નિશંકા, પ્રમોદ મધુશાન, ભાનુકા રાજપક્ષે, કસુન રાજિયા, સદીરા સમરવિક્રમા, મહેશ તીક્ષણા, નુવાન થુસારા, દુનિથ વેલાલેજ.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત આજની ફાઇનલ ટી20 મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત જે મોબાઇલ યૂઝર્સની પાસે હૉસસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ ઉઠાવી શકે છે. આ ઉપરાતં મેચનું પળે પળનું અપડેટ https://gujarati.abplive.com/ પર જોઇ શકો છો.
ક્યારે રમાશે ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ ?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ 7 જાન્યુઆરીએ રમાશે.
ક્યાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 ?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમયાનુસાર કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી મેચ ?
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે, મેચના અડધા કલાક પહેલા 6.30 વાગે ટૉસ થશે.
આ નિર્ણાયક મેચ પહેલા અત્યાર સુધીના રેકોર્ડ પર એક નજર નાંખીએ તો ભારત માટે સારા સમાચાર છે કેમ કે અહીં ભારતનું પલડુ ભારે છે, ટીમ ઇન્ડિયાએ અહીં 4માંથી 3 ટી20 મેચોમાં જીત હાંસલ કરી છે. ભારતે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 4 ઇન્ટરનેશનલ મેચો રમી છે, આ દરમિયાન 3 મેચોમા જીત નોંધાવી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડિયાએ અહીં પહેલી ટી20 મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, તે ઓક્ટોબર 2013માં રમાઇ રહી, અને આ મેચમાં ભારતે 6 વિકેટથી જીત નોંધાવી હતી. આ પછી બીજી મેચ નવેમ્બર 2017 માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી, આ મેચમાં ભારતને 40 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પછી ભારતે બાંગ્લાદેશને અહીં 8 વિકેટથી અને દક્ષિણ આફ્રિકાને 82 રનોથી હરાવ્યુ હતુ. હવે ટીમ ઇન્ડિયા રાજકોટમાં શ્રીલંકા વિરુદ્ધ મેચ રમાશે. શ્રીલંકન ટીમ આ દરમિયાન પહેલીવાર આ મેદાન પર કોઇ મેચ રમશે. અહીં ત્રણ મેચોની ટી20 સીરીઝીની ફાઇનલ મેચ રમાવવાની છે.
શ્રીલંકા ટીમ ભારત છઠ્ઠીવાર ટી20 સીરીઝ રમવા ભારત આી છે, ભારતીય જમીન પર મહેમાન ટીમે 2009 માં બેસ્ટ પ્રદર્શન કર્યુ હતુ, ત્યારે બન્ને દેશોની વચ્ચે રમાયેલી 2 મેચોની સીરીઝમાં 1-1 ની બરાબરી થઇ હતી. ત્યારબાદ ચાર પ્રવાસ પર શ્રીલંકાની ટીમે ઇન્ડિયાને ક્યારેય હરાવ્યુ નથી. આજે ભારતીય ટીમને હરાવીને શ્રીલંકન ટીમ ભારતની જમીન પર પહેલી ટી20 સીરીઝ જીતવા પ્રયાસ કરશે. જોકે હવે આજે હાર્દિક પંડ્યાની સેના શું કરી શકે છે. બન્ને ટીમો પર આજે જીતવા માટે દબાણ રહેશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે, આજની મેચ ગુજરાતના રાજકોટના સ્ટેડિયમમાં રમાશે, આ મેચમાં બન્ને ટીમો જીત માટે પ્રયાસ કરશે, બન્ને ટીમો આજે સીરીઝ પર કબજો જમાવવા માટે મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ ટી20માં ભારતીય ટીમે જીત હાંસલ કરી હતી, જોકે, બીજી ટી20માં શ્રીલંકન ટીમે વાપસી કરતાં શાનદાર જીત મેળવી હતી, આ સાથે જ બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આજે 7 મી જાન્યુઆરી 2023ના દિવસે રાજકોટના સૌરાષ્ટ્ર એસોશિએન ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર બન્ને ટીમો આમને સામને ટકરાશે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs SL Score 3rd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ફાઇનલ ટી20 મેચ રમાઇ રહી છે, આજે બન્ને ટીમો રાજકોટના સૌરાષ્ટ્રના ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને છે. પ્રથમ ટી20માં ભારતે જીત મેળવી અને બીજી ટી20માં શ્રીલંકાએ જીત સાથે વાપસી કરી હતી, આજે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -