IND vs SL: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને પ્રથમ વનડેમાં હરાવ્યું

પ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. વન-ડેમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માંથી બહાર બેસવું પડશે

gujarati.abplive.com Last Updated: 10 Jan 2023 10:13 PM
પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું

ત્રણ વન ડે મેચની શ્રેણીની ગુવાહાટી ખાતે રમાયેલી પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. 

શ્રીલંકાની 8 વિકેટ પડી

શ્રીલંકાના ટીમે 38 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી ઉમરાન મલિકે ખૂબ જ શાનદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપી છે. ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 2 વિકેટ દૂર છે. 

ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા મળી

મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા અપાવી છે. ધનંજય ડિ સિલ્વાને તેણે પેવેલિયન પરત મોકલ્યો છે.  ટીમ ઈન્ડિયાએ આપેલા 374 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમની શરૂઆત સારી રહી નથી.

શ્રીલંકાની ત્રણ વિકેટ પડી

શ્રીલંકાની ટીમે 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા છે. પથુમ નિશંકા 35 રન બનાવી હાલ મેદાન પર છે. આ સિવાય ધનંજય ડિ સિલ્વા 8 રન બનાવી હાલ રમતમાં છે. 

શ્રીલંકાને જીતવા 374 રનનો ટાર્ગેટ

ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 373 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માએ 67 બોલમાં 83 અને શુબમન ગિલે 70 રન બનાવ્યા હતા.

ભારતને ચોથો ફટકો

42 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 310 રન છે. વિરાટ કોહલી 80 રન અને હાર્દિક પંડ્યા 7 રને રમતમાં છે. કેએલ રાહુલ 29 બોલમાં 39 રન બનાવી આઉટ થયો હતો.

કોહલીની ફિફ્ટી

36 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 258 રન છે. વિરાટો કોહલી 52 રન અને કેએલ રાહુલ 21 રને રમતમાં છે. કોહલીની આ 65મી વન ડે ફિફ્ટી છે.

ભારતે ગુમાવી ત્રીજી વિકેટ

30 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 216 રન છે. શ્રેયસ અય્યર 28 રન બનાવી આઉટ થયો. કોહલી  31 અને કેએલ રાહુલ 2 રને રમતમાં છે.

રોહિતે 27મી વખત વન ડેમાં 100 કે તેથી વધુ રનની કરી ભાગીદારી

રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ વન ડેમાં 27મી વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. રોહિતે ધવન સાતે 18 વખત, કેએલ રાહુલ સાથે 5 વખત, અજિંક્ય રહાણે સાથે ત્રણ વખત અને ગિલ સાથે પ્રથ વખત આ કારનામું કર્યુ છે.

રોહિતે 27મી વખત વન ડેમાં 100 કે તેથી વધુ રનની કરી ભાગીદારી

રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ વન ડેમાં 27મી વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. રોહિતે ધવન સાતે 18 વખત, કેએલ રાહુલ સાથે 5 વખત, અજિંક્ય રહાણે સાથે ત્રણ વખત અને ગિલ સાથે પ્રથ વખત આ કારનામું કર્યુ છે.

ભારતને બીજો ફટકો

ટીમ ઈન્ડિયાને બીજો ફટકો લાગ્યો છે. રોહિત શર્મા 83 રન બનાવી આઉટ થયો છે. ભારતનો સ્કોર 23.1 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 174 રન છે. વિરાટ કોહલી 18 રને રમતમાં છે.

ભારતની પ્લેઇગ ઇલેવન

શ્રીલંકાએ ટોસ જીત્યો

ગુવાહાટીમાં રમાઈ રહેલી પ્રથમ વન ડેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો છે. ભારત પ્રથમ બેટિંગ કરશે.





ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને નહી મળે સ્થાન

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાશે. મેચ પહેલા રોહિત શર્માએ વિકેટકીપર અને યુવા ખેલાડી ઈશાન કિશનને લઈને સ્પષ્ટ કરી દીધું છે કે તે પહેલી મેચ નહીં રમે. શુભમન ગિલ રોહિત સાથે ઓપનર તરીકે મેદાનમાં ઉતરશે. ઈશાને બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલી નંબર-3 પર રમવાનું નિશ્ચિત છે. વર્ષ 2022ની વાત કરીએ તો શ્રેયસ ઐય્યરે સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.


સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી T20માં ધમાકેદાર સદી ફટકારી હતી. તે 2023માં સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો હતો. જોકે, વનડે-માં તેનો રેકોર્ડ કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં શ્રેયસ ઐય્યરનું પ્રથમ વનડેમાં નંબર-4 પર રમવું નિશ્ચિત માનવામાં આવે છે. વન-ડે શ્રેણી માટે કેએલ રાહુલને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે નંબર-5 પર ટીમમાં સ્થાન મેળવી શકે છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ટી20 શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે સારો દેખાવ કર્યો હતો. અક્ષર પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

શ્રીલંકા 25 વર્ષથી જીત્યું નથી

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 19 વનડે શ્રેણી રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. આ 19 ODI શ્રેણીમાંથી ભારત 14 વન-ડે શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. આ દરમિયાન શ્રીલંકા માત્ર 2 વનડે શ્રેણી જીતી શક્યું હતું. જ્યારે બંને દેશો વચ્ચે 3 સીરિઝ ડ્રો રહી હતી. ભારતનો આ મજબૂત રેકોર્ડ દર્શાવે છે કે શ્રીલંકા માટે વર્તમાન વનડે શ્રેણીમાં ભારતીય ધરતી પર જીત મેળવવી આસાન નહીં હોય.

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI ક્યારે રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે 10 જાન્યુઆરી (મંગળવાર)ના રોજ રમાશે. પ્રથમ વનડે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ODI ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

ભારતના સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર/સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરી (મંગળવાર)ના રોજ ગુવાહાટીમાં રમાશે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, તેથી ભારતીય ટીમ માટે શ્રીલંકા સીરિઝ ઘણી મહત્વપૂર્ણ છે. રોહિત શર્મા આ ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે, જે અંગૂઠાની ઈજામાંથી સંપૂર્ણ રીતે  સ્વસ્થ થઈ ગયો છે. જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકામાં છે.


શુભમન ગિલ અને રોહિત ઓપનિંગ કરશે


પ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. છેલ્લી મેચમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માંથી બહાર બેસવું પડશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી કે તે પોતે શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે.


રોહિત શર્માએ કહ્યું, 'બંને ઓપનરો (ગિલ અને કિશન) ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ મને લાગે છે કે શુભમન ગિલને તક આપવી યોગ્ય રહેશે કારણ કે તેણે અગાઉની મેચોમાં ઘણા રન બનાવ્યા હતા. હું ઈશાન પાસેથી કોઈ શ્રેય લેવાનો નથી. તે અમારા માટે ખૂબ જ સારો રહ્યો છે. તેણે બેવડી સદી ફટકારી છે અને હું જાણું છું કે બેવડી સદી ફટકારવી એ કેટલી મોટી ઉપલબ્ધિ છે. પરંતુ સાચું કહું તો અમારે એવા ખેલાડીઓને પૂરતી તક આપવાની જરૂર છે જેમણે અગાઉ સારું પ્રદર્શન કર્યું છે.


ઉલ્લેખનીય છે કે ટી-20ના  નંબર-1 ખેલાડી સૂર્યકુમાર યાદવને પણ પ્લેઈંગ-11માંથી બહાર રહેવું પડી શકે છે. શ્રેયસ સૂર્યા પર ધ્યાન આપી શકે છે, જેણે ગયા વર્ષે વન-ડે ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા. રોહિતે કહ્યું કે ભારત એવા ખેલાડીઓને મહત્વ આપશે જેમણે ODI ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. રોહિતે કહ્યું, 'હું પણ ફોર્મ સમજું છું. ફોર્મ મહત્વનું છે, પરંતુ ફોર્મેટ પણ મહત્વપૂર્ણ છે. 50-ઓવરનું ફોર્મેટ એક અલગ ફોર્મેટ છે, જે T20 કરતાં થોડું લાંબુ છે અને જે ખેલાડીઓ વન-ડેમાં સારો દેખાવ કરે છે તેમને ચોક્કસપણે તક મળશે.


ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની બહાર થયા બાદ શમી સિવાય ભારત પાસે બે ફાસ્ટ બોલરો માટે જગ્યા છે. આ સાથે જ હાર્દિક પંડ્યા ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે. બે ઝડપી બોલરો માટે મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક વચ્ચે મુકાબલો છે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ-11માં સ્થાન મળે તેવી શક્યતા વધુ છે અને બંને મોહમ્મદ શમીને સપોર્ટ કરશે.


ભારતના સંભવિત પ્લેઈંગ-11


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર/સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.