IND vs SL T20I Score : રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રને હરાવ્યું

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મુકાબલો રમાશે. 

gujarati.abplive.com Last Updated: 03 Jan 2023 10:45 PM
રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રને હરાવ્યું

IND vs SL T20I Score :  રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રને હરાવ્યું છે. છેલ્લી ઓવરમાં શ્રીલંકને જીત માટે 11 રનની જરુર હતી. તેઓ માત્ર 8 રન બનાવી શક્યા. ભારતની રોમાંચક મેચમાં 2 રનથી જીત થઈ છે.   ભારતીય ટીમે શ્રીલંકાને જીત માટે 20 ઓવરમાં 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ભારતે શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો

મુંબઈના વાનખેડે ખાતે રમાઈ રહેલી પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત બાદ શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ એક સમયે 94 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી દીપક હુડ્ડાએ 23 બોલમાં અણનમ 41 રન અને અક્ષર પટેલે 20 બોલમાં અણનમ 31 રન બનાવીને મેચને પલટી નાખી હતી. આ સિવાય ઈશાન કિશને 37 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 29 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યા 29 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા 29 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ 14.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા છે. દિપક હુડ્ડા 6 રન બનાવી મેદાન પર છે. 

ઈશાન કિશન 37 રન બનાવી આઉટ

ઈશાન કિશન 37 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા છે. 

ભારતના 10 ઓવરમાં 75 રન

ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 75 રન બનાવી લીધા છે. ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા બંને મેદાન પર છે. 

સંજૂ સેમસન 5 રન બનાવી આઉટ

IND vs SL T20I Score Live: ટીમ ઈન્ડિયાને  ત્રીજો ઝટકો લાગ્યો છે.  સંજૂ સેમસન 5 રન બનાવી આઉટ થયો છે. ભારતે 6.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 46 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન હાલ મેદાનમાં છે .

સૂર્યકુમાર યાદવ 7 રન બનાવી આઉટ

IND vs SL T20I Score Live: ટીમ ઈન્ડિયાને  બીજો ઝટકો લાગ્યો છે.  સૂર્યકુમાર યાદવ 7 રન બનાવી આઉટ થયો છે. 5.1 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવી 38 રન બનાવ્યા છે. 

ભારતનો સ્કોર 5 ઓવર બાદ 38 રન

ટીમ ઈન્ડિયાએ 5 ઓવર બાદ 1 વિકેટ ગુમાવી 38 રન બનાવી લીધા છે. ઈશાન કિશન 22 રન બનાવી રમતમાં છે, જ્યારે સૂર્યકુમાર યાદવ 7 રન બનાવી હાલ મેદાન પર છે.

ગિલ 7 રન બનાવી આઉટ

IND vs SL T20I Score Live: ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે.  શુભમન ગિલ 7 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ 2.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 27 રન બનાવી લીધા છે. 

ઈશાન કિશને પ્રથમ ઓવરમાં આક્રમક બેટિંગ કરી

IND vs SL T20I Score Live: ઈશાન કિશને પ્રથમ ઓવરમાં આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર 1 ઓવરમાં 17 રન પર પહોંચાડી દિધો છે. ઈશાન કિશનની સાથે શુભમન ગિલ ક્રિઝ પર છે. 

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (wk), ધનંજયા ડી સિલ્વા, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (c), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાણા, કસુન રાજીતા અને દિલશાન મદુશંકા

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન - ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલ.

શ્રીલંકાએ ટોસ જીત્યો હતો

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. શિવમ માવી અને શુભમન ગિલને આજે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી.

ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો

ભારત અને શ્રીલંકાની ટીમો (IND vs SL) આજે (3 જાન્યુઆરી) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને થશે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વાસ્તવમાં વાનખેડેની પીચ બેટ્સમેનોને મદદરૂપ રહી છે. આ મેદાનની બાઉન્ડ્રી  પણ નાની છે.

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મુકાબલો રમાશે. 


મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. બીજી તરફ હવામાનને જોતા અહીં ઝાકળ પડવાની પ્રબળ શક્યતા છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. જો કે, આ મેદાન પર કોઈપણ રન ચેઝ કરી શકાય છે. આવી સ્થિતિમાં, ઝાકળ સિવાય, ટોસ જીત્યા પછી બોલિંગ કરવાનું બીજું કારણ પણ છે.


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ઈશાન કિશન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ/શુબમન ગિલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.


આમને સામને રેકોર્ડ


ભારત અને શ્રીલંકાની ટીમ અત્યાર સુધીમાં 26 વખત સામસામે આવી ચુકી છે. આમાં 17 મેચો ભારતીય ટીમે જીતી છે, જ્યારે 8 મેચ શ્રીલંકાના પક્ષમાં ગઈ છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા વાનખેડેમાં ચાર T20 મેચ રમી છે. અહીં તેને બેમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.