IND vs SL Test 3rd Day Live Score : ભારત - શ્રીલંકા પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની બીજી ઇનિંગ પુરી, શ્રીલંકા હજી પણ ભારતથી 280 રન પાછળ
IND vs SL Test : ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં ભારતીય ટીમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.
પ્રથમ ટેસ્ટની ત્રીજા દિવસની રમતની બીજી ઇનિંગ પુરી થઇ ગઈ છે. ભારતે આ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ બીજા દાવમાં ચાર વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા હતા. એન્જેલો મેથ્યુઝ 27 અને ચરિથા અસલંકા 20 રન બનાવીને રમી રહ્યા છે. શ્રીલંકા હજી પણ ભારતથી 280 રન પાછળ છે.
24મી ઓવરમાં જસપ્રીત બુમરાહે ફેંકેલા છેલ્લા બોલામાં ધનંજયે ચોગ્ગો ફટકાર્યો છે. ધનંજયે છેલ્લા બોલ પર શાનદાર ડ્રાઈવ આપી હતી. બુમરાહે હાફ વોલી બોલ નાખ્યો, જેના પર ધનંજયે ચોગ્ગો ફટકાર્યો.
શ્રીલંકા હજુ પણ ભારતથી 400 રન પાછળ છે. ભારતે તેને ફોલોઓન આપ્યું છે. શ્રીલંકા હવે તેનો બીજો દાવ રમી રહ્યું છે. અને ભારત આ મેચને દાવથી જીતવાનો પ્રયાસ કરશે.રવિચંદ્રન અશ્વિને લાહિરુ થિરિમાનેની વિકેટ લીધી છે. નિસાંકાને આઉટ કરીને અશ્વિને કપિલ દેવની બરાબરી કરી લીધી છે. બંનેએ હવે ટેસ્ટમાં 434 વિકેટ ઝડપી છે. અશ્વિનના બોલે નિસાંકાના બેટની કિનારી લાગી અને ઋષભ પંતે તેનો કેચ પકડ્યો.શમીએ શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેને આઉટ કર્યો છે. 3 વિકેટ ગુમાવીને શ્રીલંકાએ 73 રન કર્યા છે.
રવિન્દ્ર જાડેજાએ વિશ્વા ફર્નાન્ડોને આઉટ કરીને નવમી વિકેટ લીધી અને લાહિરુ કુમારાને 65મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કર્યો, આ સાથે જ શ્રીલંકાની ઇનિંગ્સ 174 રનમાં સમેટાઈ ગઈ. જાડેજાએ આ ઇનિંગમાં શ્રીલંકાની પાંચ વિકેટ ઝડપી હતી. જાડેજાએ કુમારાને બોલ્ડ કર્યો હતો.
મોહમ્મદ શમીએ લસિથા એમ્બુલ્ડેનિયાને આઉટ કરીને ભારતને આઠમી સફળતા મેળવી હતી. શમીએ બાઉન્સર માર્યો અને એમ્બુલડેનિયાના બેટની કિનારી પર બોલ અડીને હવામાં ગયો અને મયંક અગ્રવાલે તેનો કેચ પકડ્યો.
63મી ઓવર નાંખી રહેલા જાડેજાના ત્રીજા અને ચોથા બોલ પર નિસાંકાએ સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી બીજા બોલ પર તેણે સ્વીપ રમતા ચાર રન લીધા હતા.
રવિન્દ્ર જાડેજાએ ભારતને ત્રીજા દિવસની બીજી અને છઠ્ઠી સફળતા અપાવી છે. તેણે નિરોશન ડિકવેલાને આઉટ કર્યો. 59મી ઓવર ફેંકી રહેલા જાડેજાના ચોથા બોલ પર ડિકવેલાએ સ્વીપ રમ્યો અને બોલ હવામાં ગયો અને શ્રેયસ અય્યરે કેચ પકડી લીધો. ત્યાર બાદ જાડેજાએ સુરંગા લકમલની વિકેટ પાડી સાતમી વિકેટ લીધી.
નિસાંકાએ તેના 50 રન પૂરા કર્યા છે. તેણે 55મી ઓવરના છેલ્લા બોલ પર એક રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી. શ્રીલંકાની આશા નિસાંકા પર ટકેલી છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs SL : ટીમ ઈન્ડિયાએ મોહાલી ટેસ્ટ મેચના બીજા દિવસે 574 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરતા અણનમ 175 રન બનાવ્યા હતા. ઇનિંગ્સ ડિકલેર કરવાના કારણે જાડેજા બેવડી સદી પૂરી કરી શક્યો નહોતો. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ટીમના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. શ્રીલંકા તરફથી સુરંગા લકમલે 2 વિકેટ લીધી હતી. ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ શ્રીલંકન ટીમ પર ભાડે પડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -