India vs Sri Lanka T20 Series, Virat Kohli And Ravindra Jadeja: વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ઘરઆંગણે સીરિઝ રમશે. શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ ટી-20 મેચની સીરિઝ અને બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. રિપોર્ટ અનુસાર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં રમશે નહીં. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ સીરિઝથી મેદાનમાં પરત ફરશે.


વેબસાઈટ ક્રિકબઝના અહેવાલ મુજબ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજામાંથી સ્વસ્થ થઇ ગયો છે. તે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટી-20 સીરિઝના ચાર મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે. જાડેજા નેશનલ ક્રિકેટ એકેડમીમાં લાંબા સમય સુધી રિહેબમાંથી પસાર થયા બાદ લખનઉ પહોંચી ગયો છે. અહીં તે ક્વોરેન્ટાઈનમાં છે. શ્રીલંકા વિરૂદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં જ રમાશે.


જાડેજાને નવેમ્બરમાં ઈજા થઈ હતી


નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજા થઇ હતી. આ પછી તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો નહોતો. બાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 અને વન-ડે સીરિઝમાં પણ તેને  સામેલ કરાયો નહોતો.


વિરાટ કોહલીને આરામ મળી શકે છે


ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ 24 ફેબ્રુઆરીએ શરૂ થશે. આ પછી આગામી બે મેચ ધર્મશાળામાં રમાશે. આ બંને મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ રમાશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. જોકે તે ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે.


 


Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી


DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી


Pegasus Spyware: પેગાસસ સોફ્ટવેર જાસૂસી કેવી રીતે પકડવામાં આવી? હવે આટલા મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે


IT Jobs: સારા સમાચાર! IT કંપનીઓ માર્ચ સુધીમાં 3.6 લાખ નવી નોકરીઓ આપશે, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો