IND Vs WI, 1st ODI: ટીમ ઈન્ડિયાએ પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું, ઈશાન કિશને અડધી સદી ફટકારી

IND vs WI 1st ODI Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસમાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

gujarati.abplive.com Last Updated: 27 Jul 2023 11:18 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs WI 1st ODI Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે બાર્બાડોસમાં રમાશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ટેસ્ટ શ્રેણી જીતી છે....More

ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ વનડે જીતી

ભારતે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 22.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. ઈશાને 46 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સાથે જ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી હતી. કુલદીપે 4 અને જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.