IND vs WI, 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની સીરિઝ પૈકીની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને વિન્ડિઝને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઈનિંગમાં 43.5 ઓવરમાં 176 રન બનાવી ઓલઆઉટ થયું હતું.  વોસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 57 રન અને એલિન 29 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચહલે 49 રનમાં 4, સુંદરે 30 રનમાં 3, પ્રસિદ્ધ ક્રિષ્નાએ 29 રનમાં 2 તથા સિરાજે 26 રનમાં 1 વિકેટ લીધી હતી.


રોહિત શર્માએ ફૂલ ટાઈમ કેપ્ટન તરીકે નવી શરૂઆત કરી. આ દરમિયાન તેના માટે ડીઆરએસનો ફેંસલો સાચો સાબિત થો હતો. મેચ દરમિયાન એક સમયે રિવ્યૂને લઈ થોડું મૂંઝવણ ઉભી થઈ હતી. તે સમયે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રોહિત શર્માની મદદે આવ્યો અને નવા કેપ્ટને તેની વાત માનીને રિવ્યૂ લીધો. જે સાચો સાબિત થયો હતો.




વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગમાં 22મી ઓવરમાં ચહલ બોલિંગ કરતો હતો. ત્યારે બ્રૂકસના બેટ પાસેથી બોલ નીકળીને સીધો વિકેટ કિપર પાસ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ અપીલ કરી તો એમ્યાયરે નોટ આઉટ આપ્યો હતો. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ સૌથી પહેલા પંતને સવાલ કર્યો. તેણે કહ્યું કે મને નથી લાગતું કે બેટ અડ્યું હોય ત્યારે વિરાટ કોહલી આવ્યો અને કહ્યું કે રોહિત, બેટ અડ્યું છે. રોહિત શર્માએ જણાવ્યું કે, પંત કહે છે કે નથી લાગ્યું પરંતુ તે બાદ રોહિતે કોહલીના કહેવા પર રિવ્યૂ લીધો હતો. જે સાચો સાબિત થયો હતો.


ટીમ ઈન્ડિયાએ  વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ રિવ્યૂ લીધા અને ત્રણેય સાચા સાબિત થયા હતા. રોહિતની કેપ્ટનશિપમાં આજે પહેલી મેચ છે અને તેના દરેક ફેંસલા સાચા સાબિત થયા હતા. આ ઉપરાંત કોહલી અને રોહિતનું બોન્ડિંગ પણ શાનદાર હતું. બંને ખેલાડીઓ સતત એકબીજાની મદદ કરતા હતા. પૂર્વ કેપ્ટન કોહલીએ વારંવાર રોહિત શર્માને ફિલ્ડિંગ દરમિયાન ઈનપુટ્સ આપ્યા હતા, જે સાચા સાબિત થયા હતા.