IND Vs WI, 1st T20: રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 4 રને હરાવ્યું

IND Vs WI 1st T20 Score Live: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T20 મેચના અપડેટ્સ મેળવવા માટે એબીપી સાથે જોડાયેલા રહો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Aug 2023 11:54 PM

બ્રેકગ્રાઉન્ડ

IND Vs WI 1st T20 Live Updates: વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા છેલ્લા પડકાર માટે તૈયાર છે. આજથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ T20 મેચોની સિરીઝ શરૂ...More

વેસ્ટ ઈન્ડિઝનો 4 રને વિજય

વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમ સામે 5 મેચની T20 શ્રેણીમાં જીત સાથે મજબૂત શરૂઆત કરી છે. પ્રથમ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી, જેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝનો 4 રને વિજય થયો હતો. આ સાથે તેણે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટ 145 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૌથી વધુ રન તિલક વર્માએ 39 બનાવ્યા હતા.