IND vs WI 1st Test: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન વોશિંગ્ટન સુંદર ઘાયલ થયો હતો, સુંદરની આંગળીમાં ઈજા થતા તે કેચિંગ ડ્રીલમાં જોડાયો નહોતો. આ ઈજા મેચના એક દિવસ પહેલા જ થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આંગળીમાં ઈજા થયા બાદ વોશિંગ્ટન સુંદર અસ્વસ્થ દેખાતો હતો, અને ત્યારબાદ કેચિંગ ડ્રીલ છોડી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલે હતાસ બેઠેલા સુંદર સાથે વાત કરી હતી. રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી અને મોહમ્મદ સિરાજે પણ તેમની મુલાકાત લીધી અને તેમના હાથની ઈજા વિશે વાત કરી.
વોશિંગ્ટન સુંદર અસ્વસ્થ દેખાતો હતોરિપોર્ટમાં જણાવાયું છે કે સુંદર હજુ પણ લાંબા સ્પેલ બોલિંગ કરતો હતો, પરંતુ અસ્વસ્થ લાગતો હતો. તેણે ટીમ ડૉક્ટરને તેના બોલિંગ હાથ પર વધારાની ટેપ લગાવવા પણ કહ્યું. ગયા ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસથી સુંદર ટેસ્ટ ટીમમાં મુખ્ય ખેલાડી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડમાં પણ સારું પ્રદર્શન કર્યું.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ટીમોભારત: દેવદત્ત પડિકલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), નારાયણ જગદીસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
વેસ્ટ ઈન્ડિઝ: એલિક એથાનાસે, બ્રાન્ડન કિંગ, જોન કેમ્પબેલ, કેવલોન એન્ડરસન, તેજનારાયણ ચંદ્રપોલ, જોહાન લાઈન, જસ્ટિન ગ્રીવ્સ, ખારી પિયર, રોસ્ટન ચેઝ (કેપ્ટન), શાઈ હોપ (વિકેટકીપર), ટેવિન ઈમલાચ (વિકેટકીપર), એન્ડરસન ફિલિપ, જેડેન સીલ્સ, જેડિયા બ્લેડ્સ, જોમેલ વોરિકન.
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ લાઈવ ક્યાં જોવી?
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારત માટે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઇનિંગની શરૂઆત કરી હતી અને બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી, તેઓ વેસ્ટ ઇન્ડીઝ સામે પણ ઇનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે. તો બીજી તરફ ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ટોસ સવારે 9 વાગ્યે થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.