IND vs WI, 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીજી વન ડે રમાઈ રહી છે. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો ફેંસલો કર્યો હતો. ભારતને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 237 રન બનાવ્યા હતા. ભારતે આ મેચમાં કેએલ રાહુલનો સમાવેશ કર્યો હતો અને ઈશાન કિશનને પડતો મૂક્યો હતો. તે સિવાય કોઈ બદલાવ કરવામાં આવ્યો નહોતો.
ભારતની નબળી શરૂઆત
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા સાથે રિષભ પંત ઓપનિંગમાં આવ્યો હતો. રોહિત શર્મા 5 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પંત (18 રન) અને કોહલી (18 રન) બનાવી એક જ ઓવરમાં આઉટ થતાં ભારતને સ્કોર 3 વિકેટના નુકસાન પર 43 રન થયો હતો. જે બાદ લોકેશ રાહુલ (49 રન) અને સૂર્યકુમાર યાદવ (64) એ ચોથી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. દીપક હુડાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. વોશિંગ્ટન સુંદર 24 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોસેફ અને સ્મિથે 2-2 વિકેટ તથા હોલ્ડર, રોચ, હોસેન અને એલીને 1-1 વિકેટ લીધી હતી.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ ક્રિષ્ના મોહમ્મદ સિરાજ
વેસ્ટ ઈન્ડિઝે પોલાર્ડને આપ્યો આરામ
વેસ્ટ ઈન્ડિઝની ટીમે તેના કેપ્ટન પોલાર્ડને આરામ આપ્યો હતો. તેના સ્થાને નિકોલસ પૂરન કેપ્ટનશિપ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ પ્રમાણે છે.
શાઈ હોપ, બ્રેંડન કિંગ, બ્રૂકસ. ડેરેન બ્રાવો, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, ઓડેન સ્મિથ, હોસેન, એલિન, જોસેફ, કિમર રોચ