IND vs WI 2nd ODI: વેસ્ટ ઈન્ડીઝે ભારતને જીત માટે 312 રનનો ટાર્ગેટ આપ્યો, હોપનું શાનદાર શતક
ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વનડે સિરીઝની બીજી મેચ ત્રિનિદાદના ક્વીંસ પાર્કમાં રમાઈ રહી છે.
ભારતનો સ્કોર 4.2 ઓવરના અંતે 19 રન પર પહોંચ્યો શિખર ધવન 3 રન અને શુભમન ગિલ 16 રન સાથે રમતમાં છે.
વેસ્ટ ઈન્ડીઝે નિર્ધારીત 50 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 311 રન બનાવ્યા. ભારતને જીત માટે 312 રનનો ટાર્ગેટ મળ્યો.
48.3 ઓવર પર વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 300 રન પર 6 વિકેટ.
શાર્દૂલ ઠાકુરે ભારતને મહત્વની સફળતા અપાવી હતી. શાર્દૂલના બોલ પર નિકોલસ પૂરન 74 રન બનાવી આઉટ થયો. હાલ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 264 રન પર 4 વિકેટ.
43 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 240 રન પર 3 વિકેટ. નિકોલસ પૂરન 68 રન અને શાઈ હોપ 93 રન સાથે રમતમાં છે.
32 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 175 રન પર 3 વિકેટ. હાલ નિકોલસ પુરન 20 રન અને શાઈ હોપ 79 રન સાથે રમતમાં છે.
બ્રેડન કિંગ ચહલના બોલ પર 0 રન બનાવી આઉટ થયો. વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 142 રન પર 3 વિકેટ.
22.2 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 129 રન પર 2 વિકેટ. હાલ શાઈ હોપ 54 રન અને બ્રેડન કિંગ રમતમાં છે.
વેસ્ટ ઈન્ડીઝને બીજો ઝટકો લાગ્યો છે. શામરાહ બ્રુક્સ અક્ષર પટેલના બોલ પર 35 રન બનાવી આઉટ થયો.
16 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 99 રન પર 1 વિકેટ. હાલ શાઈ હોપ 40 રન અને શામરાહ બ્રુક્સ 19 રન સાથે રમતમાં છે.
વેસ્ટ ઈન્ડીઝની પ્રથમ વિકેટ પડી. 9.1 ઓવરે ક્યાલ મેયર્સ 39 રન બનાવી આઉટ થયો.
6 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 45 રન પર પહોંચ્યો છે. હાલ શાઈ હોપ અને કાયલ મેયર્સ રમી રહ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ 11 - શાઈ હોપ, કાયલ મેયર્સ, શમર બ્રુક્સ, બ્રાન્ડોન કિંગ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, અકીલ હુસેન, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ, અલઝારી જોસેફ, જેડન સીલ્સ
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન - શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. આજની મેચના અમ્પાયર જોએલ વિલ્સન, ગ્રેગરી બ્રેટવાટ, નિગેલ ડુગ્યુડ અને રેફરી રિચી રિચાર્ડસન છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs West Indies 2nd ODI, Playing XI: ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમો આજે સાંજે 7 વાગ્યે એક વાર ફરીથી ત્રિનિદાદના ક્વીંસ પાર્કમાં ટકરાશે. પહેલી વનડે મેચમાં ત્રણ રનોથી રોમાંચક જીત મેળવનાર ધવન બ્રિગેડ આજે સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તો મેજબાન ટીમની નજર સિરીઝ હારથી બચાવ ઉપર રહશે. જાણો આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં કયા ખેલાડીઓને સ્થાન મળી શકે છે.
ડેબ્યુ કરી શકે છે અર્શદીપ સિંહઃ
ભારતે ભલે પ્રથમ વન ડે મેચમાં જીત મેળવી ચુક્યું હોય પરંતુ આજે ટીમ ઈન્ડિયા એક બદલાવ સાથે રમવા ઉતરી શકે છે. ભારત માટે આજે યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અથવા આવેશ ખાન ડેબ્યુ કરી શકે છે.
અક્ષર પટેલને ઈજા થઈ હતીઃ
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હોવાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. આ ઈજાના કારણે જાડેજા બીજી વનડેમાંથી પણ બહાર થઈ ગયો છે. જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી, પરંતુ તે સારુ પ્રદર્શન કરી શક્યો નહીં અને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અક્ષર પટેલે મેદાન છોડવું પડ્યું હતું, તેથી તે રમવા માટે ફિટ છે કે નહીં તે જોવાનું રહેશે.
ભારતે 3 રનથી મેચ જીતી હતીઃ
શુક્રવારે પહેલી વનડે મેચ આ જ મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતે 3 રનથી મેચ જીતી હતી. ભારતીય ટીમ આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં 308 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 305 રન જ બનાવી શકી હતી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન (વિકેટકીપર), દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ/ આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -