IND vs WI, 2nd T20:  ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 186 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે 28 બોલમાં અણનમ 52 અને વિરાટ કોહલીએ 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. અંતમાં વેંકટેશ અય્યરે માત્ર 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોશટન ચેઝે ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને જીત માટે 187 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 


બીજી T20 મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન 2 રન કરી આઉટ થઈ ગયો હતો.  રોહિત શર્મા 19 રન બનાવી આઉટ થયો હતો.  રોહિત શર્મા પાસે સિરીઝ જીતવાની તક  છે. જેથી કેપ્ટને ભારતીય પ્લેઇંગ-11માં કોઈપણ ફેરફાર કર્યો નથી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ફેબિયન એલનના સ્થાને જેસન હોલ્ડરને ટીમમાં પસંદ કર્યો છે. 


ભારતીય ટીમે અત્યાર સુધીમાં  સતત 7 મેચ જીતી લીધી છે. તેવામાં જો આજે ભારત આ મેચમાં જીત મેળવશે સતત 8 મેચમાં જીત  સાથે પાકિસ્તાનની બરાબરી કરી લેશે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ત્રણ ટી-20 સિરીઝ જીતી છે. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે 2017માં ભારતમાં ટી20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 1-0થી હરાવ્યું હતું. ત્યાર પછી વિંડિઝ ક્યારેય ભારત સામે T20 સિરીઝ જીતી શકી નથી. ભારતીય ટીમે સતત 3 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝે આ પ્રવાસમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તમામમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.


ભારતની પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા (સુકાની), ઇશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સુર્યકુમાર યાદવ, દીપક ચહર, વેંકટેશ અય્યર, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલ.


વેસ્ટ ઈન્ડિઝ પ્લેઇંગ ઇલેવન : કાઈલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, રોસ્ટન ચેઝ, રોમારિઓ શેફર્ડ, જેસન હોલ્ડર, ઓડિન સ્મિથ, અકિલ હોસેન, શેલ્ડન કોટ્રેલ