IND Vs WI, 2nd T20: વેસ્ટ ઈન્ડિઝે ભારતને બે વિકેટે હરાવી સિરીઝમાં 2-0થી લીડ મેળવી

IND Vs WI 2nd T20 Live Score: ટી20 સિરીઝની બીજી મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 06 Aug 2023 11:46 PM
વેસ્ટ ઈન્ડિઝની સતત બીજી જીત

વેસ્ટ ઈન્ડિઝની ટીમે બીજી ટી20માં ભારતને બે વિકેટે હરાવી દીધુ છે. 18.5 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝે ટાર્ગેટ પુરો કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. જ્યારે મુકેશ કુમાર અને અર્શદીપને 1-1 વિેકેટ મળી હતી.


 





વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 21 રનની જરૂર

વેસ્ટ ઈન્ડિઝે 17 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 18 બોલમાં 21 રનની જરૂર છે. હુસૈન 3 રન બનાવીને રમી રહ્યો છે. જોસેફે હજુ ખાતું ખોલવાનું બાકી છે.

હાર્દિક પંડ્યાએ રોવમેન પોવેલને આઉટ કર્યો હતો

ભારતીય ટીમને ચોથી સફળતા મળી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રોવમેન પોવેલને આઉટ કર્યો હતો. હવે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 4 વિકેટે 89 રન છે. રોવમેન પોવેલની જગ્યાએ શિમરોન હેટમાયર બેટિંગ કરવા આવ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝને ત્રીજો ઝટકો લાગ્યો, મેયર્સ આઉટ

વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વિકેટ પડી. કાયલ મેયર્સ 7 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. વેસ્ટ ઈન્ડિઝે 4 ઓવરમાં 33 રન બનાવ્યા છે.

ઓવરમાં જ બે વિકેટ પડી

ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલી જ ઓવરમાં 2 કેરેબિયન બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતીય કેપ્ટને બ્રેન્ડન કિંગ અને જોન્સન ચાર્લ્સને આઉટ કર્યા હતા. પ્રથમ ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 વિકેટે 2 રન છે.

ભારતે વેસ્ટ ઈન્ડિઝને 153 રનનો પડકાર આપ્યો

ભારતે વેસ્ટ ઈન્ડિઝને 153 રનનો પડકાર આપ્યો છે. ભારતે 20 ઓવરના અંતે 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ તિલક વર્માએ 51 રન બનાવ્યા હતા.

તિલક વર્મા અડધી સદીની ઇનિંગ બાદ આઉટ

તિલક વર્મા અડધી સદીની ઇનિંગ બાદ આઉટ થયો હતો. તે 41 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. તિલકે 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ભારતે 15.5 ઓવરમાં 114 રન બનાવ્યા છે. પંડ્યા 15 રન બનાવીને રમી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો

ભારતની ત્રીજી વિકેટ ઈશાન કિશનના રૂપમાં પડી. તે 23 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાને 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શેફર્ડે ઈશાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 9.3 ઓવરમાં 60 રન બનાવ્યા છે.

ભારતે 5 ઓવરમાં 28 રન બનાવ્યા હતા

ભારતે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 9 રન અને તિલક વર્મા 8 રન બનાવીને રમી રહ્યા છે.

18 રનમાં ભારતે 2 વિકેટ ગુમાવી

18 રનમાં ભારતની 2 વિકેટ પડી ગઈ છે. ગીલ 7 રને અને સૂર્યા કુમાર 1 રન બનાવી આઉટ થયો છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન

બ્રાંડન કિંગ, કાયલ મેયર્સ, જોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકિપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકોય

ભારતની પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન (wk), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. કુલદીપ યાદવ આ મેચમાં નથી રમી રહ્યો. તે ઘાયલ થયો છે. કુલદીપની જગ્યાએ રવિ બિશ્નોઈને તક મળી છે.

વેસ્ટ ઈન્ડિઝ સંભવિત પ્લેઇંગ ઇલેવન

કાયલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, જોહ્ન્સન ચાર્લ્સ/રોસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકોયો

ભારત સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, ઈશાન કિશન/યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર

બ્રેકગ્રાઉન્ડ

IND Vs WI 2nd T20 Live Updates: T20 શ્રેણીની બીજી મેચ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગયાનામાં રમાશે. ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી મેચમાં ભારતની બેટિંગ લાઇનઅપ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તિલક વર્માએ છેલ્લી મેચથી ડેબ્યૂ કર્યું હતું. તેણે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તિલકને બીજી ટી20માં પણ તક મળી શકે છે.


ભારત માટે છેલ્લી મેચમાં તિલક વર્માએ 22 બોલમાં 39 રન બનાવ્યા હતા. તિલકની ઇનિંગમાં 3 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે. તેણે પોતાની તોફાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા. તિલક ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે બીજી ટી20 મેચમાં પણ નંબર 4 પર બેટિંગ કરી શકે છે. ઓપનર શુભમન ગિલ અને ઈશાન કિશન કંઈ ખાસ કરી શક્યા ન હતા. ઈશાનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી શકે છે. ઈશાને વનડે શ્રેણીની ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ ટી20માં ફિટ નથી બેસી શકતો.


વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન રોવમન પોવેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 32 બોલમાં 48 રન બનાવ્યા હતા. પોવેલે 3 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ઓપનર બ્રાન્ડન કિંગે 19 બોલમાં 28 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ આ સિવાય કોઈ બેટ્સમેન સફળ રહ્યો ન હતો. મેયર્સ 1 રન બનાવીને આઉટ થયો હતો. ચાર્લ્સ પણ 3 રન બનાવી આગળ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ બીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.