IND vs WI T20: ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બીજી ટી20 મેચ રાંચીમાં રમાશે. સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે, કારણ કે લખનૌમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ભારતીય ટીમ 8 વિકેટે જીતી ગઈ હતી. તે મુકાબલામાં કેપ્ટન શ્રેયસ અય્યરે 102 રનની ઈનિંગ રમી હતી. હવે રાંચીનો વારો છે, જ્યાં 9 ઓક્ટોબરની સાંજે 7 વાગ્યાથી બીજી ટી20 મેચ રમાવાની છે.
પહેલી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બોલિંગ અને બેટિંગમાં દમદાર પ્રદર્શન કરીને બતાવ્યું હતું. જોકે મયંક યાદવ પોતાની લાઈન અને લેન્થ પર નિયંત્રણ બતાવી શક્યો નથી, તેથી ભારત તરફથી તે સૌથી મોંઘો બોલર રહ્યો. અહીં જાણીલો રાંચીમાં થનારી બીજી ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલા ફેરફાર કરી શકે છે?
આ પણ વાંચો...ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
કેટલા ફેરફાર થશે?
ભારતીય ટીમે પહેલી ટી20 મેચ આસાનીથી જીતી લીધી હતી. તે વિનિંગ કોમ્બિનેશનમાં મેનેજમેન્ટ કદાચ કોઈ ફેરફાર કરવા ન ઈચ્છે. પહેલા 6 સ્લોટ પહેલાથી જ ભરેલા નજરે પડે છે, જેના પર ટીમના 6 મુખ્ય ખેલાડીઓ મોજુદ છે. સંજૂ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન અને પછી ચોથા નંબર પર કેપ્ટન શ્રેયસ અય્યર. નંબર-5 તિલક વર્મા પાસે છે અને છઠ્ઠા ક્રમે શિવમ દુબે સતત નાની-નાની ઈનિંગ રમી ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢતો રહ્યો છે.
નમન ધીરે ગત મેચમાં ટી20 ડેબ્યૂ કર્યું છે. મેનેજમેન્ટ એક વાર માટે તેમને બીજી ટી20 માંથી ડ્રોપ કરવા પર વિચાર પણ કરે, તો એ ધ્યાન રાખવું જોઈએ કે લખનૌમાં તેમણે 3 વિકેટ ઝડપી હતી. વળી બોલિંગનો ભાર રાંચીમાં પણ અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સંભાળી શકે છે. બીજા ફાસ્ટ બોલરનો રોલ નિભાવી રહેલા મયંક યાદવ ટીમ ઈન્ડિયાની નબળી કડી સાબિત થયો છે, પરંતુ યુવા ખેલાડીનું મનોબળ ના તૂટે, તેના માટે કદાચ મેનેજમેન્ટ હાલમાં મયંકને સપોર્ટ આપવાનું ચાલુ રાખી શકે છે. તમને જણાવી દઈએ કે ફાસ્ટ બોલિંગમાં ભારતના પ્રિન્સ યાદવ બેન્ચ પર બેઠેલ છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સંજૂ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને મયંક યાદવ.
