IND vs WI 2nd Test, 4th Day Report: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટનો ચોથો દિવસ પૂર્ણ થઈ ગયો છે. ચોથા દિવસની રમત પૂરી થયા બાદ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 32 ઓવરમાં 2 વિકેટે 76 રન છે. વાસ્તવમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હવે વેસ્ટ ઈન્ડિઝને અંતિમ દિવસે 289 રનની જરૂર છે. જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 8 વિકેટ લેવી પડશે. આ પહેલા ભારતે 2 વિકેટે 179 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી ઈશાન કિશન અને રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી.






વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેઇથવેટ અને કિર્ક મેકેન્ઝી આઉટ થઈ ગયા છે. ભારતીય ઓફ સ્પિનર ​​રવિ અશ્વિને બંને ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા હતા. ક્રેગ બ્રેઇથવેટે 52 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કિર્ક મેકેન્ઝી ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. વેસ્ટ ઈન્ડિઝ માટે ચોથા દિવસની રમત સમાપ્ત થયા પછી તેજનારાયણ ચંદ્રપોલ અને જર્માઈન બ્લેકવુડ અણનમ પેવેલિયન પરત ફર્યા હતા. ચંદ્રપોલ 24 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે જર્માઈન બ્લેકવુડ 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.






અત્યાર સુધી બીજી ટેસ્ટમાં શું થયું?


આ પહેલા ભારતે 2 વિકેટે 179 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા માટે 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત માટે બીજી ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા સિવાય ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 44 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઈશાન કિશન 34 બોલમાં 52 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે શેનન ગેબ્રિયલ અને જોમેલ વરિકનને 1-1થી સફળતા મળી હતી. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 438 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ દાવ 255 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં 5 ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા હતા.