IND Vs WI, 3rd T20 : ભારતે ત્રીજી ટી20માં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી આપી હાર, સૂર્યકુમારના આક્રમક 83 રન

IND Vs WI 3rd T20 Live Updates: 5 મેચની વન ડે સીરિઝમાં યજમાન ટીમ વેસ્ટ ઈન્ડિઝ 2-0થી આગળ છે, ભારતે આજે કોઈપણ હિસાબે જીતવું જ પડશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Aug 2023 11:23 PM
ત્રીજી ટી20માં ભારતની 7 વિકેટથી જીત

વેસ્ટ ઈન્ડિઝ સામે ગુયાનામાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે યજમાન ટીમને 7 વિકેટથી હાર આપી હતી. 160 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 83 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. સૂર્યકુમારે તેની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા 49 રન અને કેપ્ટન હાર્દિક પંડ્યા 20 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારતની જીત થઈ હોવા છતાં પાંચ મેચની ટી20 સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1થી આગળ છે. ચોથી ટી-20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે.





ભારતને જીતવા 12 રનની જરૂર

160 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર 16 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 148 રન છે, તિલક વર્મા 44 રન અને કેપ્ટન હાર્દિક પંડ્યા 9 રને રમતમાં છે. સૂર્યકુમાર યાદવ 44 બોલમાં 83 રન બનાવી આઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવની ફિફ્ટી

160 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર 9 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 84 રન છે, સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 53 રને અને તિલક વર્મા 21 રને રમતમાં છે.

ભારત 50 રનને પાર

160 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર 5.3 ઓવરના અંતે 54 રન છે, સૂર્યકુમાર યાદવ 35 રને અને તિલક વર્મા 10 રને રમતમાં છે.

ભારતની નબળી શરૂઆત

160 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. ડેબ્યૂ મેન યશસ્વી જયસ્વાલ પ્રથમ ઓવરમાં જ 1 રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. 2 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 25 રન છે. સૂર્યકુમાર યાદવ 17 અને ગિલ 5 રને રમતમાં છે.

ભારતને જીતવા 160 રનનો પડકાર

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કિંગે સર્વાધિક 42 રન બનાવ્યા હતા. કેપ્ટન પોવેલે 19 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા. મેયર્સે 25 રન અને પૂરને 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે 28 રનમાં 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 24 રનમાં 1 અને મુકેશ કુમારે 19 રનમાં 1 વિકેટ લીધી હતી.

કુલદીપનો ડબલ ધમાકો

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 14.5 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 106 રન છે. પોવેલ 1 રને રમતમાં છે.  પૂરન 12 રને કુલદીપ યાદવની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. કિંગ 42 રને આઉટ થયો હતો.

ટીમ ઈન્ડિયાને મળી બીજી સફળતા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે મજબૂત શરૂઆત કરી છે. 11 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 76 રન છે. કિંગ 33 અને પુરન 1 રને રમતમાં છે.  ચાર્લ્સને 12 રને કુલદીપ યાદવે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ વિના વિકેટે 50 રનને પાર

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં મજબૂત શરૂઆત કરી છે. 7 ઓવરના અંતે વિન્ડિઝનો સ્કોર વિના વિકેટે 50 રન છે. મેયર્સ 21 અને કિંગ 28 રને રમતમાં છે.

સંગીન શરૂઆત

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં સંગીન શરૂઆત કરી છે. 5 ઓવરના અંતે વિન્ડિઝનો સ્કોર વિના વિકેટે 31 રન છે. મેયર્સ 15 અને કિંગ 16 રને રમતમાં છે.

ભારતીય ટીમ

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(સી), સંજુ સેમસન(વિકેટકિપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર

વેસ્ટ ઈન્ડિઝની ટીમ

બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (ડબલ્યુ), રોવમેન પોવેલ (સી), શિમરોન હેટમાયર, રોમારીયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, અકેલ હોસીન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો

ત્રીજી ટી-20માં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો છે. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરશે. વેસ્ટ ઈન્ડિઝ અને ભારત બંનેએ ટીમમાં ફેરફાર કર્યો છે.

સંજુ સેમસન થશે બહાર

સંજુ સેમસન પ્રથમ બે T20 મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. સંજુ સેમસનના ટીમમાં ચાલુ રહેવા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્રીજી ટી20 મેચમાં સંજુ સેમસનને તક મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ

ભારતીય ટીમ ત્રીજી T20માં ઘણા ફેરફારો સાથે પ્રવેશ કરી શકે છે. મુકેશ કુમારની જગ્યાએ અવેશ ખાન અથવા ઉમરાન મલિકને તક આપવામાં આવી શકે છે. રવિ બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ શકે છે.

યશસ્વી જયસ્વાલ ડેબ્યુ કરી શકે છે

વિસ્ફોટક યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ત્રીજી T20માં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. યશસ્વીએ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી જ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. તે પહેલા બોલથી જ બોલરોના છોતરા ફાડી શકે છે. આવું કરીને તેણે ઘણી વખત બતાવ્યું છે. જો યશસ્વીને ડેબ્યુ કરવાની તક મળે છે તો તે ઈશાન કિશન સાથે ઓપનિંગ કરી શકે છે. ત્યારે શુભમન ગીલને ત્રીજા નંબરે રમવાનું રહેશે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs WI, 3rd T20: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ રમાશે. આ મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગ્યાથી રમાશે. જો પ્રથમ બે T20 હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા આજે પણ હારી જશે તો તે શ્રેણી ગુમાવશે. આવી સ્થિતિમાં આ મેચ ભારતીય ટીમ માટે કરો યા મરોથી ઓછી નથી.


વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 ચાર રને જીતી હતી. આ પછી બીજી ટી20માં યજમાન ટીમે બે વિકેટથી જીત મેળવી હતી. હવે ત્રીજી ટી20 જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાત વર્ષ બાદ ભારત સામે ટી20 સીરીઝ જીતવા ઈચ્છશે. આ સાથે જ હાર્દિક પંડ્યાની ટીમનું લક્ષ્ય સિરીઝ હારના ખતરાને ટાળવાનું રહેશે.


આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ટીમમાં ઘણા ફેરફાર થઈ શકે છે. ત્રીજી ટી20માં આપણે નવી ઓપનિંગ જોડી પણ જોઈ શકીએ છીએ. સાથે જ અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને મુકેશ કુમારને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.


ત્રીજી મેચ ક્યાં રમાશે?


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા આ જ મેદાન પર બીજી મેચ પણ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 2 વિકેટે પરાજય થયો હતો.


ટીવી પર લાઈવ કેવી રીતે જોવું?


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20 મેચનું ડીડી સ્પોર્ટ્સ દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.


લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં અને કેવી રીતે જોવું?


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રીજી T20 મેચ જીઓસિનેમા અને ફેનકોડ એપ અને વેબસાઈટ દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.


ભારત વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ T20 ઈન્ટરનેશનલ હેડ ટુ હેડ


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 17 અને વેસ્ટ ઈન્ડિઝે 9 મેચ જીતી છે. તે જ સમયે, બંને વચ્ચેની મેચ અનિર્ણિત રહી છે. ટીમ ઈન્ડિયા હેડ ટુ હેડમાં વેસ્ટ ઈન્ડિઝ કરતા ઘણી આગળ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.