IND vs WI 4th T20: ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામે 9 વિકેટે જીત, જયસ્વાલના 84 રન

IND vs WI 4th ​​T20: અહીં તમને લાઇવ સ્કોર અને ચોથી T20માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 12 Aug 2023 11:26 PM
ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટે હરાવ્યું

ફ્લોરિડામાં રમાયેલી ચોથી T20માં, ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ પાંચ મેચની T20 શ્રેણી હવે 2-2ની બરાબરી પર આવી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા શિમરોન હેટમાયરની 61 રનની ઈનિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 17 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તો બીજી તરફ, શુભમન ગિલે 77 રનની ઇનિંગ રમી હતી. તિલક વર્મા 7 રને નોટ આઉટ રહ્યો હતો.

12 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર વિના વિકેટે 123 રન

12 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ વિકેટ વિના 123 રન થઈ ગયો છે. જયસ્વાલ 61 અને ગિલ 55 પર પહોંચી ગયા છે. 12મી ઓવરના છેલ્લા બોલ પર જયસ્વાલે શાનદાર સ્વીચ હિટ ફટકારીને સિક્સર ફટકારી હતી.

ગિલ અને જયસ્વાલે અડધી સદી ફટકારી

શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંનેએ અડધી સદી પૂરી કરી છે. બંને ખૂબ જ સરળતાથી સ્કોર કરી રહ્યા છે. 11 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 113 રન છે. ગિલ 52 અને જયસ્વાલ 54 રને રમી રહ્યા છે.

10 ઓવર બાદ ભારતના 100 રન

10 ઓવર બાદ ભારતે વિના વિકેટે 100 રન બનાવી લીધા છે. ગીલ 49 અને જયસ્વાલ 47 રને બેટિંગ કરી રહ્યા છે.

 4 ઓવર પછી સ્કોર 37 રન

4 ઓવર પછી ભારતીય ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 37 રન છે. ચોથી ઓવરમાં શુભમન ગિલે મેકોયની ઓવરમાં શાનદાર સિક્સર ફટકારી હતી. ગિલ 11 અને યશસ્વી જયસ્વાલ 25 રને રમી રહ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝે 178 રન બનાવ્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 178 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શિમરોન હેટમાયરે સૌથી વધુ 61 રનની ઈનિંગ રમી હતી. અને શાઈ હોપે 45 રન બનાવ્યા હતા. અંતે ઓડિયન સ્મિથ 15 રને અણનમ પરત ફર્યો હતો. સ્મિથે ઇનિંગના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ અર્શદીપ સિંહે લીધી  હતી. જ્યારે કુલદીપને બે સફળતા મળી હતી.

17 ઓવર પછી 144 રન

વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 17 ઓવર પછી સાત વિકેટે 144 રન છે. શિમરોન હેટમાયર 32 બોલમાં 46 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે ઓડિયન સ્મિથ ક્રિઝ પર છે.

10 ઓવર બાદ 4 વિકેટે 79 રન

વેસ્ટ ઈન્ડિઝે 10 ઓવર પછી 4 વિકેટે 79 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 10મી ઓવર કરી હતી. આ ઓવરમાં 14 રન આવ્યા હતા. શાઈ હોપે ચહલની ઓવરમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. શાઈ હોપ 37 અને હેટમાયર પાંચ રને રમી રહ્યા છે.

નિકોલસ પૂરન આઉટ

 વેસ્ટ ઈન્ડિઝને સાતમી ઓવરમાં 55 રનના સ્કોર પર મોટો ફટકો લાગ્યો.. નિકોલસ પૂરન માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે.

બ્રેન્ડન કિંગ આઉટ

વેસ્ટ ઈન્ડિઝની બીજી વિકેટ 54ના સ્કોર પર પડી. અર્શદીપ સિંહે ભારતને બીજી સફળતા અપાવી હતી. બ્રેન્ડન કિંગ 16 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. 6 ઓવર પછી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 વિકેટના નુકસાને 55 રન છે.

સંજુ સેમસને શાનદાર કેચ પકડ્યો

બીજી જ ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ વિકેટ પડી. ખતરનાક બેટિંગ કરનાર કાયલ મેયર્સ 17 રન બનાવીને આઉટ થયો હતો. તેનો સંજુ સેમસને શાનદાર કેચ પકડ્યો હતો. મેયર્સે એક સિક્સર અને બે ફોર ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 ઓવર પછી એક વિકેટે 19 રન છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ 11:

બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન (wk), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ અને ઓબેડ મેકોય.

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમાર.

વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન

બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, જોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારીયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકોય.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

બ્રેકગ્રાઉન્ડ

West Indies vs India, 4th T20I: થોડીવારમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ યુએસએના ફ્લોરિડામાં  રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ કરો યા મરોથી ઓછી નથી. કારણ કે જો ભારતીય ટીમ આજે હારી જશે તો તે પાંચ મેચોની શ્રેણી ગુમાવશે. આવી સ્થિતિમાં, હાર્દિક પંડ્યાની ટીમ આ મેચ જીતીને શ્રેણી 2-2થી બરાબરી પર લાવવા માંગશે. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની નજર આજે જ સિરીઝ પર કબજો કરવાની રહેશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લા સાત વર્ષથી ભારત સામે ટી-20 શ્રેણી જીતી શકી નથી. કેરેબિયન ટીમે છેલ્લી વખત 2016માં ટીમ ઈન્ડિયા સામે ટી-20 સિરીઝ જીતી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.