IND vs WI, 4th t20i: ભારતીય ટીમ અત્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે અને આજે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ચોથી ટી20 મેચ રમી રમશે, આજે ભારતીય ટીમ માટે કરો યા મરોની સ્થિતિ છે. કેમકે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા બે મેચોમાં હારનો સામનો કરી ચૂકી છે, જ્યારે એકમાં જીત મેળવી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સિરીઝની ચોથી મેચ આજે અમેરિકાના ફ્લૉરિડા શહેરમાં રમાશે. આ મેચ ફ્લૉરિડાના લૉડરહિલ મેદાન પર રમાશે. આ સીરીઝની પ્રથમ 3 મેચમાં વિન્ડીઝ ટીમે 2માં જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમે ત્રીજી ટી20માં 7 વિકેટે જીતીને સીરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો છે.
આજે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા પાસે હવે ચોથી ટી20માં જીત મેળવીને સીરીઝમાં બરાબરી કરવાનો મોકો છે. આજની મેચમાં બન્ને ટીમોમાં ફેરફાર જોવા મળી શકે છે.
ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હેડ-ટૂ-હેડ રેકોર્ડ -
ટી20 ફૉર્મેટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીના હેડ-ટૂ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો આમાં ભારતીય ટીમનું પલડું વધુ ભારે રહ્યું છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 28 મેચ રમાઈ છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 9 મેચ જીતી છે જ્યારે ભારતે 18 મેચ જીતી છે.
શું કહે છે આજની ફ્લૉરિડાની પીચ -
ફ્લૉરિડાનું લૉડરહિલ મેદાન બેટ્સમેનો માટે વધારે અનુકુળ રહેતું હોય છે. આ મેદાન પર બેટિંગ કરવી ખૂબ જ આસાની રહી છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમ પણ 200નો સ્કૉર આસાનીથી હાંસલ કરતી જોવા મળી છે. અહીં પ્રથમ ઇનિંગનો અત્યાર સુધીનો સરેરાશ સ્કૉર 180 રનનો જોવા મળ્યો છે.
જાણો કેવી છે બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય ટીમ -
યશસ્વી જાયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, તિલક વર્મા
વેસ્ટ ઈન્ડિઝ ટીમ -
કાયલી મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શાઈ હોપ, શિમરૉન હેટમાયર, રૉવમેન પૉવેલ (કેપ્ટન), જેસન હૉલ્ડર, અકીલ હૂસૈન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકૉય, ઓશેન થૉમસ, બ્રેન્ડન કિંગ, ઓડિયન સ્મિથ, રૉસ્ટન ચેઝ, રોમારિયૉ શેફર્ડ