Asia Cup 2023 Team Announced: આગામી દિવસોમાં ક્રિકેટનો મહાકુંભ શરૂ થઇ રહ્યો છે, ક્રિકેટ ફેન્સ માટે આ બધાની વચ્ચે એક સારા સમાચાર છે કે, આ વખતે ટીમ ઇન્ડિયાને એશિય કપ (Asia Cup 2023) ચેમ્પીયન અને વર્લ્ડકપ ચેમ્પીયન બનવાનો બેસ્ટ મોકો છે, પરંતુ પાડોશી દેશ બાંગ્લાદેશ અંડર ડૉગ બનીને કોઇને પણ હંફાવી શકે છે, આજે બાંગ્લાદેશે પોતાની બેસ્ટ ટીમને મેદાનમાં ઉતરી છે, એટલે કે બાંગ્લાદેશે એશિયા કપ 2023 માટે પોતાની બેસ્ટ 17 સભ્યો વાળી ટીમને પસંદ કરી છે, આની જાહેરાત પણ કરી દીધી છે. એશિયા કપ 2023 આગામી 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઇનલ 17 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન દ્વારા આયોજિત હાઇબ્રિડ મૉડલ (Hybrid Model) પર રમાશે. એશિયા કપ 2023 માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત થઈ ચૂકી છે. હવે અન્ય એક દેશે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ ટીમ આ ટૂર્નામેન્ટમાં નવા કેપ્ટન સાથે રમશે.




એશિયા કપ 2023 માટે ટીમનું એલાન - 
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. એશિયા કપ 2023 માટે શાકિબ અલ હસન (Shakib Al Hasan) બાંગ્લાદેશની 17 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. તમીમ ઈકબાલે (Tamim Iqbal) ગયા અઠવાડિયે પદ છોડ્યા બાદ તાજેતરમાં જ શાકિબને બાંગ્લાદેશના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તમીમ ઈકબાલ પીઠની ઈજાને કારણે આ ટૂર્નામેન્ટનો ભાગ બની શકશે નહીં.


એશિયા કપ 2023 માટે બાંગ્લાદેશની ટીમ - 
શાકિબ અલ હસન (કેપ્ટન), લિટ્ટન દાસ, તન્ઝીદ હસન તમીમ, નઝમૂલ હૂસૈન શાંતો, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મામહુદ, મહેદી હસન, નસુમ અહેમદ, શમીમ હુસૈન, એ. ઇસ્લામ, ઇબાદોત હુસૈન, મોહમ્મદ નઇમ.




આ ટીમોની વચ્ચે રમાશે એશિયા કપ - 
આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે. લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો મેદાનમાં ઉતરી રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમોને એક ગ્રુપમાં રાખવામાં આવી છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ બીજા ગ્રુપમાં છે.


એશિયા કપનું પુરેપુરુ શિડ્યૂલ - 
પાકિસ્તાન vs નેપાળ - 30 ઓગસ્ટ
બાંગ્લાદેશ vs શ્રીલંકા - 31 ઓગસ્ટ
ભારત vs પાકિસ્તાન - 2 સપ્ટેમ્બર
બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન - 3 સપ્ટેમ્બર
ભારત vs નેપાળ - 4 સપ્ટેમ્બર
શ્રીલંકા vs અફઘાનિસ્તાન - 5 સપ્ટેમ્બર


સુપર 4ની મેચો - 
A1 vs B2 - 6 સપ્ટેમ્બર
B1 vs B2 - 9 સપ્ટેમ્બર
A1 vs A2 - 10 સપ્ટેમ્બર
A2 vs B1 - 12 સપ્ટેમ્બર
A1 vs B1 - 14 સપ્ટેમ્બર
A2 vs B2 - 15 સપ્ટેમ્બર
ફાઇનલ - 17 સપ્ટેમ્બર