IND vs WI 5th T20 : ભારતે પાંચમી T 20 88 રને જીતી, 4-1થી સિરિઝ જીતી

India vs West Indies 5th T20 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ફ્લોરિડામાં પાંચમી T20 રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની આ છેલ્લી મેચ છે.

gujarati.abplive.com Last Updated: 08 Aug 2022 12:20 AM
ભારતે સિરિઝ 4-1થી જીતી

ભારત વેસ્ટઈન્ડિઝ સિરિઝની અંતિમ મેચમાં ભારતની 88 રને જીત થઈ છે. ભારતે સિરિઝ 4-1થી જીતી લીધી હતી. ભારતે આપેલા 189 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝ ટીમ 100 રનમાં ખખડી ગઈ હતી. તેઓ 15.4 રનમાં 100 રન જ ઓલઆઉટ થઈ ગયા હતા.

નિકોલસ પૂરન આઉટ થયો

વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન નિકોલસ પૂરન કુલદીપ યાદવના બોલ પર LBW આઉટ થયો છે. પૂરને 6 બોલમાં 3 રન બનાવ્યા છે. હાલ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 50 રન પર 4 વિકેટ 8 ઓવર પુર્ણ થઈ

અક્ષર પટેલના બોલ પર ત્રીજી વિકેટ

પાંચમી ઓવરમાં જ અક્ષર પટેલના બોલ પર વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વિકેટ ડેવોન થોમસના રુપે પડી હતી. થોમસ 10 રન બનાવી આઉટ થયો છે. હાલ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 5.2 ઓવરના અંતે 37 રન અને 3 વિકેટ છે.

ઓપનર બેટ્સમેન થયા આઉટ

વેસ્ટ ઈન્ડિઝ માટે ઓપનિંગ કરવા આવેલ હોલ્ડર ખાતુ ખોલાવ્યા વગર અક્ષર પટેલના બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે બ્રુક્સ પાંચમી ઓવરમાં 13 રન બનાવી આઉટ થયો હતો. 

ભારતે 20 ઓવરના અંતે 188 રન બનાવ્યા

ભારતે નિર્ધારીત 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાએ રન આઉટ થયો હતો. અક્ષર પટેલ પણ 9 રન બનાવી આઉટ થયો હતો. કુલદીપ યાદવ 0 રન અને અવેશ ખાન 1 રન સાથે અણનમ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને જીત માટે ભારતે 189 રનનો ટાર્ગેટ આપ્યો.

હાર્દિક રન આઉટ થયો

હાર્દિક પંડ્યા અંતિમ ઓવરમાં રન આઉટ થયો છે. હાર્દિકે 16 બોલમાં 28 રન બનાવ્યા છે.

પાંચમી વિકેટ પડી

દિનેશ કાર્તિક 12 રન બનાવી આઉટ થયો. 19 મી ઓવરના અંતે ભારતનો સ્કોર 180 રન પર 5 વિકેટ. 

સંજુ સેમસન આઉટ

16મી ઓવરના બીજા બોલ પર સંજુ સેમસન સ્મિથના બોલ પર 15 રન બનાવી આઉટ થયો. હાલ હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક રમતમાં છે

હાર્દીક પંડ્યા - સંજુ સેમસન રમતમાં

હાલ ભારતનો સ્કોર 14.3 ઓવરના અંતે 135 રન પર 3 વિકેટ છે. હાર્દીક પંડ્યા 6 રન અને સંજુ સેમસન 9 રન સાથે રમતમાં છે.

શ્રેયસ અય્યર અર્ધ શતક લગાવી આઉટ

13મી ઓવરના અંતિમ બોલ પર શ્રેયસ અય્યર 64 રનના સ્કોર પર આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે તોફાની બેટિંગ કરી હતી.

દીપક હુડ્ડા આઉટ

12મી ઓવરમાં દીપક હુડ્ડા 38 રન બનાવી આઉટ થયો હતો. 

શ્રેયસ અય્યર અર્ધશતક પૂર્ણ કર્યું

10 ઓવરના અંતે ભારતનો સ્કોર 95 રન પર 1 વિકેટ છે. હાલ શ્રેયસ અય્યર 52 રન અને દિપક હુડ્ડા 25 રન સાથે રમી રહ્યા છે.

ભારતની પહેલી વિકેટ પડી

પાંચમી ઓવરમાં ઈશાન કિશન આઉટ થયો છે. ઈશાન કિશને 13 બોલમાં 11 રન બનાવ્યા હતા. હાલ ભારતનો સ્કોર 5.2 ઓવરના અંતે 45 રન અને 1 વિકેટ છે. 

અય્યર અને ઈશાન ઓપનર

ભારત માટે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન ઓપનિંગ કરવા ઉતર્યા છે.

ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચના અમ્પાયર ગ્રેગરી બ્રાટવટ, લેસ્લી રેફર, પેટ્રિક ગુસ્ટાર્ડ અને રેફરી રિચી રિચાર્ડસન છે.

વેસ્ટ ઈન્ડિઝ ટોસ હારી ગયું

આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ટોસ હારી ગયું હતું. આજની મેચ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - શમર બ્રૂક્સ, ડી. થોમસ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, ઓડિયન સ્મિથ, કીમો પોલ, ડોમિનિક ડ્રેક્સ, ઓબેડ મેકકોય, હેડન વોલ્શ

ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન - ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ.

ર હાર્દિક પંડ્યા સુકાની

ભારતીય કેપ્ટન રોહિત શર્મા આજે રમી રહ્યો નથી. તેના સ્થાને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સુકાની સંભાળી રહ્યો છે. ભારતે આજે 4 ફેરફાર કર્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

India vs West Indies 5th T20 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ફ્લોરિડામાં પાંચમી T20 રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની આ છેલ્લી મેચ છે. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 રમાઈ હતી, જ્યારે ચોથી અને પાંચમી ટી20 ફ્લોરિડામાં રમાઈ હતી.


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ફ્લોરિડામાં પાંચમી T20 રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની આ છેલ્લી મેચ છે. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 રમાઈ હતી, જ્યારે ચોથી અને પાંચમી ટી20 ફ્લોરિડામાં રમાઈ હતી. જાણો આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.


ટીમ ઈન્ડિયામાં ઘણા ખેલાડીઓને આરામ મળી શકેઃ


આજે ઘણા ખેલાડીઓને ભારત માટે આરામ મળી શકે છે. ભારત માટે આજે રોહિત શર્મા અને ઈશાન કિશન ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર, દીપક હુડા નંબર ચાર અને સંજુ સેમસન પાંચમા નંબર પર રમી શકે છે. આ પછી દિનેશ કાર્તિક અને અક્ષર પટેલ હશે.


વેસ્ટ ઈન્ડિઝમાં પણ ઘણા ફેરફારો થશેઃ


T20 સિરીઝ હારી ચૂકેલી કેરેબિયન ટીમ પણ આજે ઘણા ફેરફાર કરી શકે છે. જેસન હોલ્ડર, બ્રેન્ડન કિંગ અને ડોમિનિક ડ્રેક્સને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. બીજી તરફ, શમરાહ બ્રુક્સ, રોમારિયો શેફર્ડ અને કીમો પોલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, સંજુ સેમસન, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ.


વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન - શમરાહ બ્રૂક્સ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન (કેપ્ટન), ડેવોન થોમસ (વિકેટમેન), રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, રોમારીયો શેફર્ડ, અકીલ હુસૈન, કીમો પોલ, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકકોય.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.